તે ઝુલ્મો-સીતમો કરી અહેસાન ફરામોશ બનતા રહે અને આપણે બાઅદબ ઝૂકી મદદ કરતા રહીયે, ક્યાં સુધી આમ ચાલશે ?

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 3 Min Read

શું તમને લાગે છે કે કોઈ તમારા જ સમાજના લોકો કે કોમ્યુનિટી હુમલા કરે, તેમના મંદિરો તોડી પાડે અને નરસંહાર કરે તો પણ તેમની દરેક ભૂલ માફીને લાયક હોય ? તેમછતાં તમે તેને મદદ કરતા રહો ? તેઓ તમારા માટે નફરત ફેલાવે અને તમે ઝૂકતાં રહો ? હા, સાચી વાત છે અહીં વાત છે તે અહેસાન ફરામોશ બાંગ્લાદેશની કે જેનો જન્મ જ ભારતના આશીર્વાદથી થયો હતો.પરંતુ ઉપકાર ભૂલી અપકાર કરતો આ દેશ આજે વીણી વીણીને હિંદુઓને ટાર્ગેટ કરે છે.ભારતને પણ ધમકીઓ આપે છે.ત્યારે નોંધનીય છે કે, બાંગ્લાદેશમાં બળવા પછી, શેખ હસીનાએ 5 ઓગસ્ટે પોતાનો દેશ છોડીને ભારતમાં આશરો લીધો હતો. ત્યારથી, બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલનો સમયગાળો ચાલુ છે. દરમિયાન, બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર, મંદિરો તોડી પાડવા અને આગ લગાડવાના ઘણા અહેવાલો સામે આવ્યા. જો કે, નફરતની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશને ભારતે ફરી એકવાર મદદનો હાથ લંબાવ્યો છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા બાંગ્લાદેશને ભારતમાંથી 27,000 ટન ચોખા મોકલવામાં આવ્યા હતા અને આ ભારતથી બાંગ્લાદેશમાં 2 લાખ ટન ચોખાની નિકાસનો એક ભાગ છે.ત્યારે તમને લાગે છે કે, આવા નાપાક પડોસીને ભારતે કોઈપણ મદદ કરવી જોઈએ ?

અહીંની વચગાળાની સરકારે ભારતમાંથી ચોખાની આયાત શરૂ કરી છે. બાંગ્લાદેશના ખાદ્ય અધિકારીએ માહિતી આપી હતી કે ચોખાનો આ પહેલો માલ ચટગાંવ બંદરથી બાંગ્લાદેશ પહોંચ્યો છે. આ ભારત પાસેથી 200,000 ટન ચોખા ખરીદવાના કરારનો એક ભાગ છે.

- Advertisement -

સમાચાર એજન્સી ANI સાથે ફોન પર વાતચીતમાં અધિકારીએ કહ્યું કે, હાલમાં બાંગ્લાદેશમાં ચોખાની કોઈ અછત નથી, પરંતુ તાજેતરના ગંભીર પૂરના સંકટને ધ્યાનમાં રાખીને સરકારે સંભવિત કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે ચોખાની ઉપલબ્ધતા વધારવાનો નિર્ણય કર્યો છે. ભવિષ્યમાં આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચોખા શૂન્ય આયાત શુલ્ક પર મોકલવામાં આવે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 200,000 ટન શેકેલા ચોખાની આયાત સાથે, બાંગ્લાદેશની વચગાળાની સરકાર ટેન્ડર દ્વારા 100,000 ટન ચોખાની પણ આયાત કરશે. તેમણે કહ્યું કે સરકાર ભારતમાંથી વધુ ચોખા આયાત કરવાની યોજના ધરાવે છે. દરમિયાન, દેશમાં ચોખાના ભાવમાં સ્થિરતા લાવવા માટે, તેની આયાત પરના તમામ ટેક્સ પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. એટલે કે બાંગ્લાદેશ ભારતમાંથી ઝીરો ઈમ્પોર્ટ ડ્યુટી પર ચોખાની આયાત કરે છે.

- Advertisement -

બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર પ્રણય કુમાર વર્માએ આ અંગે કહ્યું કે, ભારત પહેલાથી જ બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યું છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટના તોફાની ફેરફારો પછી પણ મને લાગે છે કે અમે બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે સંપૂર્ણ ઈમાનદારીથી વાતચીત કરી છે

Share This Article