IIT Guwahati Builds robots: આઈઆઈટી ગુવાહાટીનો નવો પ્રોજેક્ટ, સરહદ સુરક્ષા માટે AI આધારિત રોબોટ તૈયાર

Arati Parmar
By Arati Parmar 2 Min Read
IIT Guwahati Builds robots: ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) ગુવાહાટીના શોધકર્તાઓએ આંતરરાષ્ટ્રીય સરહદો પર નજર રાખવા માટે એડવાન્સ્ડ રોબોટ વિકસિત કર્યા છે જે પડકારજનક અને અંતરિયાળ વિસ્તારોમાં એઆઇ સંચાલિત સમીક્ષા અને વાસ્તવિક સમયમાં સમીક્ષા પ્રદાન કરશે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

આઇઆઇટી, ગુવાહાટી દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ ‘ધ સ્પેટિયો લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ’ (ડીએસઆરએલ) દ્વારા વિકસિત રોબોટને ભારતના સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં એકીકરણની તેમની ક્ષમતા માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તરફથી પણ માન્યતા મળી છે. ભારતીય સેના અગાઉથી જ સર્વેલન્સ સિસ્ટમ માટે ફીલ્ડ પરિક્ષણ કરી રહી છે.

Share This Article