નવી દિલ્હી, 3 જાન્યુઆરી, ભારત અને માલદીવે ક્રોસ બોર્ડર વેપાર માટે સ્થાનિક કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું છે અને વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ભારત હંમેશા માલદીવની સાથે છે.
જયશંકરે દિલ્હીમાં તેમના માલદીવના સમકક્ષ અબ્દુલ્લા ખલીલ સાથેની બેઠકમાં આ ટિપ્પણી કરી હતી. દરિયાઈ સુરક્ષા, વેપાર અને રોકાણ સહિત અનેક મહત્ત્વના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવા માટે ખલીલ ગુરુવારે ત્રણ દિવસની મુલાકાતે અહીં પહોંચ્યા હતા.
“ક્રોસ બોર્ડર વ્યવહારો માટે સ્થાનિક કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક માળખા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે,” જયશંકરે જણાવ્યું હતું.
તેમણે કહ્યું, “અમે વિવિધ ક્ષેત્રોમાં અમારું જોડાણ વધાર્યું છે અને હું કહેવા માંગુ છું કે ભારત હંમેશા માલદીવની સાથે ઊભું રહ્યું છે. “તમે અમારી નેબરહુડ ફર્સ્ટ નીતિમાં ઘણું મૂલ્ય ઉમેરશો.”