IT Department Notice To Workers: માત્ર 8-15 હજાર કમાતા શ્રમિકોને આવકવેરા વિભાગની 33 કરોડની નોટિસ, હડકંપ મચ્યો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

IT Department Notice To Workers: ઉત્તર પ્રદેશમાં મહિને માત્ર 15 હજાર રૂપિયાનો પગાર મેળવનારા સેનિટેશન વર્કરને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા 33.88 કરોડ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે એક વર્કર તો માત્ર 8500 રૂપિયા જ કમાય છે. તેને પણ 3.87 કરોડ રૂપિયાની નોટિસ અને ત્રીજાને 7.79 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી હતી. જેને પગલે આ મજૂરો આશ્ચર્યમાં મુકાયા હતા અને સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.

જાણો શું છે સમગ્ર મામલો

- Advertisement -

34 વર્ષીય કરણ કુમારને આઈટી વિભાગ દ્વારા 33.88 કરોડ રૂપિયાની નોટિસ મળ્યા બાદ તેણે વકીલનો સંપર્ક કર્યો હતો. તેના વકીલે કરણને જણાવ્યું હતું કે, ‘કરણના આધાર કાર્ડ અને પાન કાર્ડનો ઉપયોગ એક કેપના દ્વારા કરવામાં આવ્યો છે કે, જે દિલ્હીમાં પેટ્રોલિયમ ઉત્પાદકો અને સ્ટીલ ગૂડ્સના લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરણના નામે કરી ચુકી છે. આ કંપનીનું નામ મહાવીર એન્ટરપ્રાઈઝ છે. મે નોટિસ મળ્યા બાદ આઈટીના અધિકારીઓની મુલાકાત લીધી હતી તો તેમણે મને એફઆઇઆર દાખલ કરવાની સલાહ આપી હતી.’

કરણ કુમાર એસબીઆઈની ખૈર બ્રાન્ચમાં કોન્ટ્રાક્ટ આધારિત વર્કર છે. તેણે બાદમાં આ મામલે પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. તેથી પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

તેવી જ રીતે મોહિત કુમાર નામના એક સામાન્ય મજૂરને પણ 3.87 કરોડ રૂપિયાની આઇટીની નોટિસ મળી હતી, તેથી બાદમાં તેણે જીએસટી વકીલનો સંપર્ક કર્યો હતો, વકીલે મોહિત કુમારને જણાવ્યું હતું કે, ‘એમકે ટ્રેડર્સ નામની કંપની દ્વારા અમિતના આધાર કાર્ડનો ઉપયોગ થયો છે. આઇટીના રેકોર્ડ મુજબ એમકે ટ્રેડર્સ કંપની 2020થી બધા ટ્રાન્ઝેક્શન કરી રહી હતી. હું મહિને માત્ર 8.500 રૂપિયા કમાઉ છું જેનાથી મારા વૃદ્ધ માતા પિતાનું ભરણપોષણ કરું છું.

તેમણે જણાવ્યું હતું કે, ‘આ નોટિસ મળ્યા બાદ હું બહુ જ ચિંતામાં મુકાયો છું. મે નોટિસ મોકલનારા આઇટીના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. જોકે કોઈએ મને જવાબ ના આપ્યો. મારા દસ્તાવેજો આ લોકોની પાસે કેવી રીતે પહોંચ્યા? મેં દિલ્હીમાં એક નોકરી માટે મારા દસ્તાવેજો આપ્યા હતા.’

આ પહેલા એક જ્યૂસ વેચીને રોજના 500 રૂપિયા કમાનારા રઇસ અહમદને 7.79 કરોડ રૂપિયાની નોટિસ મળી હતી. પ્રયાગરાજના આઈટી સાથે સંકળાયેલા એક વરીષ્ઠ વકીલે કહ્યું હતું કે, ‘ડિજિટલ આઈડેન્ટીટી સિસ્ટમનો દુરુપયોગ કરીને મોટા પાયે ડિજિટલ ફોડ આચરવામાં આવી રહ્યું છે જે ચિંતાજનક છે.’

Share This Article