Karnataka News: કર્ણાટકમાં એક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા પહેલાં જનોઈ ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. વિદ્યાર્થી સુચિવ્રત કુલકર્ણીએ આરોપ લગાવ્યો હતો કે, કે બીદરના સાંઇ સ્ફૂર્તિ પીયુ કોલેજમાં 17 એપ્રિલે CET (કૉમન એલિજિબિલિટી ટેસ્ટ)ની પરીક્ષા આપવા ગયો હતો, જ્યાં તેને જનોઈ ઉતારવાની માંગ કરવામાં આવી હતી.
પરીક્ષા ન આપવા દીધી
વિદ્યાર્થીએ જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્રમાં હાજર સ્ટાફે કહ્યું કે, જો કોઈ જનોઈ નહીં ઉતારે, તો તેને પરીક્ષા કેન્દ્રમાં બેસવા નહીં દેવાય. વિદ્યાર્થીએ ધાર્મિક પ્રતિક જણાવતા જનોઈ દૂર કરવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાગ તેને પરીક્ષા આપવાથી રોકી દેવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીને પરીક્ષા ન આપવા દેવાના મામલે સાઈ સ્ફૂર્તિ પીયુ કોલેજના આચાર્ય ડૉ. ચંદ્ર શેખર બિરાદર અને સ્ટાફ સતીશ પવારને તાત્કાલિક પ્રભાવે બરતરફ કરી દેવામાં આવ્યા હતાં.
વિદ્યાર્થીએ સરકાર પાસે કરી માંગ
જણાવી દઈએ કે, વિદ્યાર્થી સુચિવ્રત કુલકર્ણીની માતાએ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે, મારા દીકરાને કહ્યું હતું કે, જનોઈ નહીં ઉતારી શકે કારણકે તે ધાર્મિક માન્યતા સાથે જોડાયેલું છે. બાદમાં તેને પરીક્ષામાંથી બહાર કાઢી દેવામાં આવ્યો. હું સરકાર પાસે માંગ કરૂ છે કે કાં તો મારા દીકરા માટે ફરી પરીક્ષા કરાવવામાં આવે અથવા સારી કોલેજમાં એડમિશન કરાવી આપે નહીંતર તેની ફી સરકાર અથવા સંબંધિત કોલેજ દ્વારા આપવામાં આવે.