શિયાળામાં પહોંચી જાવ ઉત્તરાખંડના આ સ્થળે, ડિસેમ્બરમાં સ્વિટ્ઝર્લેન્ડ જેવી હોય છે સુંદરતા
શિયાળામાં બરફ વર્ષા જોવા માંગતા હોય તો આ સ્થળે જઇ શકો છો. અનોખી પ્રાકૃતિક સુંદરતા, ઐતિહાસિક મહત્વ અને સાંસ્કૃતિક વારસા માટે પ્રસિદ્ધ
નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઘણા લોકો બરફવર્ષા જોવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. કેટલાક લોકો પર્વતો પર જાય છે, કેટલાક લોકો અન્ય સ્થળોએ જાય છે. જો તમે પણ આ વખતે શિયાળાની ઋતુમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમે ઉત્તરાખંડ જઈ શકો છો.
પિથોરાગઢ શેના માટે પ્રખ્યાત છે?
આ લેખમાં અમે તમને ઉત્તરાખંડની એક એવી જગ્યા વિશે જણાવીશું, જેને પ્રવાસનની દૃષ્ટિએ ‘ભારતનું મિની કાશ્મીર’ કહેવામાં આવે છે. અહીં જઈને તમે બરફવર્ષાની મજા પણ માણી શકો છો. દિલ્હીથી કેટલાક કિલોમીટર દૂર સ્થિત ઉત્તરાખંડનું પિથોરાગઢ પોતાની અનોખી પ્રાકૃતિક સુંદરતા, ઐતિહાસિક મહત્વ અને સાંસ્કૃતિક વારસા માટે પ્રસિદ્ધ છે.
પિથોરાગઢમાં ક્યારે બરફવર્ષા થાય છે?
ઉત્તરાખંડના પિથોરાગઢમાં બરફવર્ષા જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચે છે. અહીં ડિસેમ્બરથી લઇને ફેબ્રુઆરી વચ્ચે ભારે હિમવર્ષા થાય છે. જો તમે અહીં જઈ રહ્યા છો તો મુનસ્યારી જવાનું ભૂલશો નહીં. પિથોરાગઢનું મુનસ્યારી પંચચુલી શિખરો નજીક આવેલ છે, જ્યાં બરફવર્ષાનો આનંદ માણી શકાય છે.
અમદાવાદથી પિથોરાગઢ કેવી રીતે પહોંચશો
તમે હવાઇ, રેલ અને સડક માર્ગ દ્વારા પિથોરાગઢ સુધી સરળતાથી પહોંચી શકો છો. અમદાવાથી તમે દિલ્હી જઇ શકો છો. ત્યાંથી જો તમે હવાઇ માર્ગે પિથોરાગઢ પહોંચવા માંગતા હોવ તો અહીંથી નજીકના પંતનગર એરપોર્ટ પર આવવું પડશે. અહીંથી તમે ટેક્સી લઈને સરળતાથી પિથોરાગઢ પહોંચી શકો છો. સાથે જ જો તમે રેલમાર્ગે પહોંચો છો તો ટનકપુર રેલવે સ્ટેશન પહોંચી શકો છો. અહીંથી પિથોરાગઢનું અંતર લગભગ 138 કિલોમીટર છે. તમે અહીં સડક માર્ગે પણ જઈ શકો છો.
પિથોરાગઢના પ્રસિદ્ધ સ્થળો
મુનસ્યારી– મુનસ્યારીમાં તમે બરફવર્ષાનો આનંદ માણી શકો છો.
ગંગોલીહાટ– અહીં તમે આદિગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત હાટ કાલિકા મંદિરની મુલાકાત લઈ શકો છો.
ચૌકોડી- ચૌકોડીમાં પહાડો અને હિમાલયના સુંદર નજારાઓને તમે જોઇ શકો છો. શિયાળામાં તમે અહીં બરફવર્ષાની મજા પણ માણી શકો છો.
વ્યાસ વેલી – વ્યાસ વેલીને ભારતનું બીજું સ્વર્ગ કહેવામાં આવે છે. અહીં તમને પર્વતો, તળાવો, નદીઓ અને જંગલો બધા એક સાથે જોવા મળશે. અહીંથી કૈલાસ માનસરોવર પણ જવાય છે.