ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન-સંપત્તિ રહે છલોછલ! સફળતા કદમ ચૂમે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ 12 રાશિમાંથી કેટલીક રાશિઓ એવી છે જે ભગવાન શિવજીને અતિ પ્રિય છે. આ રાશિવાળા પર સદાય ભોલેનાથની કૃપા રહે છે. જાણો તમારી રાશિ છે કે નહીં.
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વર્ષના કેટલાક દિવસો ખાસ હોય છે. જેમ કે મહાશિવરાત્રી, શ્રાવણીયા સોમવાર. આ વર્ષે 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પર્વની ઉજવણી થશે. મહાદેવને પ્રસન્ન કરવા માટે શિવ ભક્તો વ્રત, પૂજા-અભિષેક વગેરે કરતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલીક રાશિઓ એવી હોય છે જેમના પર શિવજીની ખાસ કૃપા હોય છે. આ 5 રાશિના લોકો શિવજીને ખુબ પ્રિય હોય છે. આથી તેમના જીવનમાં કોઈ પણ પડકાર કે સમસ્યા આવે તો ભગવાન શિવના આશીર્વાદથી તેમાથી તેઓ જલદી બહાર નીકળી જતા હોય છે. ભગવાન શિવની પ્રિય રાશિઓ કઈ છે તે ખાસ જાણો.
મેષ રાશિ
મેષ રાશિનો સ્વામી મંગળ છે અને તેમના પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. હનુમાનજીને ભગવાન શિવના જ અવતાર માનવામાં આવે છે આથી ભગવાન શિવને પ્રિય રાશિઓમાં સૌથી પહેલી મેષ રાશિ જ છે. ભોલેનાથની કૃપાથી તેમની બગડેલા કામ પણ પાર પડતા હોય છે. કરિયર અને કારોબારમાં ખુબ પ્રગતિ કરે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના સ્વામી ચંદ્રમા છે જેમને ભગવાન શિવે પોતાના મસ્તક પર ધારણ કર્યા છે. આથી કર્ક રાશિના જાતકો પણ ભગવાન શિવને ખુબ પ્રિય હોય છે. આ લોકો હસમુખા, સહનશીલ અને ધૈર્યવાન હોય છે. તેઓ દરેક મુશ્કેલીને સરળતાથી પહોંચી વળે છે.
તુલા રાશિ
તુલા રાશિના સ્વામી શુક્ર છે. ભગવાન શિવને પ્રિય રાશિઓમાં તુલા રાશિ પણ સામેલ છે. શિવકૃપાના કારણે આ રાશિના લોકો શાનદાર જીવન જીવે છે. તેમના જીવનમા ધનસંપત્તિનો કોઈ કમી રહેતી નથી. આકર્ષક પર્સનાલિટીના માલિક હોય છે.
મકર રાશિ
મકર રાશિના સ્વામી શનિ મહારાજ છે. શનિ ભગવાન શિવને પોતાના આરાધ્ય માને છે અને શિવજીની આરાધના કરનારાઓનું શનિ પણ કશું બગાડી શકતા નથી. મુશ્કેલ સમયમાં ભગવાન શિવ પોતે આ રાશિના જાતકોની રક્ષા કરે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ છે અને આ જાતકો પણ ભગવાન શિવને પ્રિય હોય છે. કુંભ રાશિના લોકો સાચા, ઈમાનદાર ને બીજાનું ભલું કરનારા હોય છે. આથી શિવજી તેમનાથી પ્રસન્ન રહે છે અને જીવનમાં અપાર માન સન્માન અને સુખ સમૃદ્ધિ ભોગવે છે.