Lok Sabha News: બેકાર રનવે અને મોંઘી પાયલટ ટ્રેનિંગ! ભાજપ નેતાએ લોકસભામાં ઉઠાવ્યા મહત્વપૂર્ણ પ્રશ્નો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Lok Sabha News: લોકસભામાં બિહારના સારણ ક્ષેત્રના ભાજપ સાંસદ અને પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી રાજીવ પ્રતાપ રુડીએ ફ્લાઈનું ભાડું, રન-વેની સ્થિતિ, પાયલટની ટ્રેનિંગ સહિતના મુદ્દા ઉઠાવી પોતાની જ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. એટલું જ નહીં આ દરમિયાન તેમણે મોદી સરકારના વખાણ પણ કર્યા છે.

રુડીએ મોદી સરકારના કર્યા વખાણ

- Advertisement -

લોકસભામાં રુડીએ મોદી સરકારના વખાણ કરતાં કહ્યું કે, ‘પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા શરૂ કરાયેલ પહેલોથી આવનારા સમયમાં દેશનો વિકાસ થશે અને વિમાની મુસાફરી સુલભ બનશે.’ ઉડાન યોજનાના વખાણ કરતા રુડીએ એવું પણ કહ્યું કે, ‘આ યોજના નાના શહેરોના વિમાની નેટવર્કને જોડવા માટેનો સારો પ્રયાસ છે, જોકે તેનો અસરકારક અમલ કરવા માટે કેન્દ્ર સરકારે સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્તા ભાડાની ખાતરી કરવી પડશે.’ એટલું જ નહીં, તેમણે સરકારને જણાવ્યું કે ભાડું કેવી રીતે ઘટાડી શકાય?

‘સામાન્ય પ્રજાને ફ્લાઈટની ટિકિટોની કિંમતો પરવડે તેમ નથી’

તેમણે કહ્યું કે, ‘ભારત છેલ્લા બે દાયકામાં એવિએશન સેક્ટરમાં ઘણું આગળ વધ્યું છે, જોકે સામાન્ય માણસોને ટિકિટોની કિંમતો પરવડે તેમ નથી, બીજીતરફ ઇંધણ ખર્ચ, ભારે કર અને એરપોર્ટ પર વધારાના શુલ્કના કારણે એરલાઈન્સ કંપનીઓ પણ અનેક પડકારોનો સામનો કરી રહી છે. રાજ્યો મુજબ ઉત્તર પ્રદેશમાં ATF ટેક્સ એક ટકા છે, જ્યારે તમિલનાડુ અને બિહારમાં 29 ટકા જેટલો છે.’

‘દેશમાં પાયલટની ટ્રેનિંગ મોંઘી, યુવાઓ સામેલ થતા ગભરાઈ રહ્યા છે’

ભાજપ નેતાએ કહ્યું કે, દેશમાં અનેક રન-વે બેકાર પડ્યા છે, જેના કારણે મુસાફરોએ બિનજરૂરી વિલંબનો સામનો કરવી પડી રહ્યો છે. આ ઉપરાંત આગામી 10 વર્ષમાં 31000 નવા પાયલોટોની જરૂર પડશે, પરંતુ આપણા દેશમાં ટ્રેનિંગ એટલી મોંઘી છે કે, તેમાં યુવાઓ સામેલ થતા ગભરાઈ રહ્યા છે. વર્તમાન સમયમાં દેશમાં પહેલેથી જ 300 વિદેશી પાયલટ કાર્યરત છે.

‘ફ્લાઈટનું ભાડું કેવી રીતે ઓછું થઈ શકે?’ રુડીએ સરકારને આપી માહિતી

રુડીએ ફ્લાઈટનું ભાડું ઓછું કરવાની રીત અંગે કહ્યું કે, ‘આપણે આ સમસ્યાને નિવારવા માટે ટેરિફ પારદર્શિતા વધારવાની, ભાડા નિર્ધારીત કરવા માટે કડક માર્ગદર્શિકા લાદવાની અને નવી એરલાઇન્સ માટે સરળ પ્રવેશ નીતિઓ બનાવવાની જરૂર છે. આમ કરવાથી સ્પર્ધા વધી શકશે અને ટિકિટના વધતા ભાવ પર કંટ્રોલ કરી શકાશે. તેમણે એરપોર્ટ ઓપરેટરો દ્વારા વસૂલવામાં આવતા ચાર્જની સમીક્ષા કરવા અને સમગ્ર દેશમાં એટીએફ ટેક્સ એકસમાન બનાવવા પર ભાર મૂક્યો હતો.

Share This Article