મુંબઈ: વડા પ્રધાને મહારાષ્ટ્રને રેલ, માર્ગ અને બંદર સંબંધિત રૂ. 29,400 કરોડના પ્રોજેક્ટની ભેટ આપી

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

વિકસિત ભારતના નિર્માણમાં મહારાષ્ટ્રની મોટી ભૂમિકા છે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઈના ગરેગાંવમાં આયોજિત એક કાર્યક્રમમાં રૂ. 29,400 કરોડથી વધુની કિંમતના રોડ, રેલ્વે અને બંદર ક્ષેત્ર સાથે સંબંધિત અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

- Advertisement -

આ અવસરે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે નાના અને મોટા રોકાણકારોએ અમારી સરકારના ત્રીજા કાર્યકાળનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે મુંબઈમાં આજે શરૂ કરાયેલા વિકાસ પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટી વધારશે, શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારો કરશે અને નાગરિકોને ઘણો ફાયદો થશે. તેમણે કહ્યું કે વિકસિત ભારતના નિર્માણમાં મહારાષ્ટ્રની મોટી ભૂમિકા છે.

modi eknath fadanwish

- Advertisement -

વડાપ્રધાન મોદીએ થાણે બોરીવલી ટનલ પ્રોજેક્ટનો 16,600 કરોડ રૂપિયાનો શિલાન્યાસ કર્યો. થાણે અને બોરીવલી વચ્ચેની આ ટ્વીન ટ્યુબ ટનલ સંજય ગાંધી નેશનલ પાર્કની નીચેથી પસાર થશે, જે બોરીવલી બાજુના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને થાણે બાજુના થાણે ઘોડબંદર રોડ વચ્ચે સીધો જોડાણ બનાવશે. પ્રોજેક્ટની કુલ લંબાઈ 11.8 કિલોમીટર છે. આનાથી થાણેથી બોરીવલી સુધીની મુસાફરીમાં 12 કિલોમીટરનો ઘટાડો થશે અને મુસાફરીના સમયમાં લગભગ 1 કલાકની બચત થશે.

વડા પ્રધાને ગોરેગાંવ મુલુંડ લિંક રોડ (GMLR) પ્રોજેક્ટમાં ટનલિંગના કામનો શિલાન્યાસ કર્યો હતો, જેનો ખર્ચ રૂ. 6,300 કરોડથી વધુ થવાની ધારણા છે. GMLR ગોરેગાંવ ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી મુલુંડ ખાતે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુધી રોડ કનેક્ટિવિટીની કલ્પના કરે છે. જીએમએલઆરની કુલ લંબાઈ આશરે 6.65 કિલોમીટર છે અને તે નવી મુંબઈ ખાતે નવા પ્રસ્તાવિત એરપોર્ટ અને પુણે મુંબઈ એક્સપ્રેસ વેની સાથે પશ્ચિમી ઉપનગરોને સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે.

- Advertisement -

પ્રધાનમંત્રીએ નવી મુંબઈના તુર્ભે ખાતે કલ્યાણ યાર્ડ રિમોડેલિંગ અને ગતિ શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ લોકમાન્ય તિલક ટર્મિનસ ખાતે નવું પ્લેટફોર્મ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 10 અને 11નું વિસ્તરણ રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ ટ્રેનોને 24 કોચ સુધી વધારવામાં મદદ કરશે, જેનાથી મુસાફરોની સંખ્યામાં વધારો થશે.

પ્રધાનમંત્રીએ લગભગ રૂ. 5600 કરોડના ખર્ચની મુખ્યમંત્રી યુવા કાર્ય તાલીમ યોજના પણ શરૂ કરી. આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય 18 થી 30 વર્ષની વયના યુવાનોને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગની તકો પૂરી પાડીને યુવા બેરોજગારીને દૂર કરવાનો છે.

Share This Article