સરકાર દ્વારા ધોરણ 9થી 12 સુધીની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના તથા ધોરણ 11 વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના જૂન 2024થી ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારે શરૂ કરી હતી. મોટા ઉપાડે જાહેરાતો થઇ અને સ્કૂલોને પણ આ સમયે તાત્કાલિક અરજી કરવા દબાણ કરાયા હતા.
રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂ. 1250 કરોડ આપવાના હતા. દર મહિને રૂ. 125 કરોડ આપવાના હતા. પણ એવું થયું નથી. તેના બદલે સરેરાશ દર મહિને રૂ. 24 કરોડ માંડ આપી શકાયા હોવાનું સૂત્રો માને છે.
સપ્ટેમ્બરમાં ચૂકવણી
સપ્ટેમ્બર 2024 સુધીમાં 1 લાખ 20 હજાર વિદ્યાર્થીઓને રૂ. 12 કરોડ ચૂકવાયા હતા.
સુરતમાં 16 હજારને 1 કરોડ 62 લાખ, અમદાવાદમાં 10 હજાર વિદ્યાર્થીઓને 1 કરોડ 4 લાખ રૂપિયા, રાજકોટમાં 9 હજાર વિદ્યાર્થીઓને 86 લાખ, બનાસકાંઠા 8 હજાર વિદ્યાર્થીઓને 82 લાખ ધુ રૂપિયા, નવસારીમાં 7 હજાર વિદ્યાર્થીઓને 65 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી.
ઓક્ટોબર ચૂકવણી
ઓક્ટોબરના અંત સુધીમાં નમો લક્ષ્મી યોજનામાં 7 લાખ વિદ્યાર્થીનીઓને રૂ. 174 કરોડ આપ્યા હતા. નમો સરસ્વતી યોજનામાં 1 લાખ વિદ્યાર્થીઓને રૂ. 40 કરોડ આપ્યા હતા.
એક વિદ્યાર્થી દીઠ સરેરાશ રૂ.2,687 ચૂકવાયા હતા.
નવેમ્બરમાં ચૂકવણી
નવેમ્બર 2024ના અંત સુધીમાં 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને રૂ. 28 કરોડ 46 લાખની સહાય આપી હતી. વિદ્યાર્થી દીઠ સરરાશ રૂ. 1138 ચૂકવાયા હતા.
વિદ્યાર્થીઓની ત્રણ વખત ચકાસણી કરી છતાં ઘણા વિદ્યાર્થીના ખાતામાં નાણાં જમા થયા નથી. જેના કારણોની શાળા કે શિક્ષણ કચેરીને ખબર નથી.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ ચકાસણી કરીને મંજૂરી આપી દેવામાં આવી હતી. શિક્ષણ કમિશનર દ્વારા તેની મંજૂરી આપવાની હતી.
જૂન મહિનાથી 10 મહિના તબક્કાવાર સીધા વિદ્યાર્થીના બેન્ક ખાતામાં નિયત રકમ જમા કરવાની હતી.
20 ટકા વિદ્યાર્થીના ખાતામાં રકમ આવી છે. ઘણા વિદ્યાર્થીના ખાતામાં રકમ આવી નથી.
કેટલાને ચુકવાયા, કેટલા વિદ્યાર્થી બાકી છે, કયા કારણ બાકી છે, તેની વિગતો જાહેર થઈ નથી.
નમો લક્ષ્મી અને નમો સરસ્વતી શિષ્યવૃત્તિ યોજના શાળા છોડી જતાં બાળકોને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાઈ છે.
વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડે છે. આર્થિક રીતે વંચિત વર્ગના માતા-પિતાએ સરકાર તરફથી નાણાકીય પ્રોત્સાહન છે.
આ યોજનાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની નોંધણી વધારવાનો, ડ્રોપઆઉટ ઘટાડવાનો અને કિશોરીઓની પોષણની સ્થિતિમાં સુધારો કરવાનો છે.
અરજદારની ઉંમર 13 થી 18 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ખાનગી શાળાઓમાં ધોરણ 8 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સાબિત કરવું પડશે કે તેઓ આર્થિક રીતે વંચિત પૃષ્ઠભૂમિમાંથી છે. કુટુંબની આવક રૂ. 6 લાખથી ઓછી હોવી જોઈએ. રહેઠાણ, ઉંમર અને આવક જૂથને સાબિત કરવા માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS) પોર્ટલમાં નોંધણી કરાઈ હતી.
નમો લક્ષ્મી યોજના
નમો લક્ષ્મી યોજનાનો હેતુ ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓને ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા માટે 4 વર્ષમાં રૂ. 50,000ની સહાય છે.
10 મહિના માટે દર મહિને 500 રૂપિયા આપવામાં આવે છે.
છોકરી 10મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ 10,000 રૂપિયાની રકમ આપવામાં આવશે.
ધોરણ 11 અને 12માં દરેકને 10 મહિના માટે દર મહિને 750 રૂપિયા આપવામાં આવે છે. 12મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ છોકરીને 15,000 રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા ધોરણ 11 અને 12ના લગભગ 15 લાખ વિદ્યાર્થીઓને સીધી નાણાકીય સહાય પૂરી પાડવાની હતી.
50 ટકા ગુણ
ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 50 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ ધોરણ 11 અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે પાત્ર બનશે.
શિષ્યવૃત્તિ ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન સાથે સંલગ્ન રાજ્ય સરકાર, સહાયિત અને સ્વ-સહાયક શાળાઓ તેમજ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં શિક્ષણ માટે વિદ્યાર્થીઓને અપાય છે.
કુલ રૂ. 25,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે, વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ. 10,000 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરવા પર રૂ. 5,000 આપવામાં આવે છે.
ભાવનગર જિલ્લામાંથી નમો લક્ષ્મીના 65 હજાર વિદ્યાર્થીનીઓના અને નમો સરસ્વતિમાં 25 હજાર વિદ્યાર્થીઓની અરજી આવી હતી.
સહાય
આ યોજના હેઠળ ધો- 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને બે વર્ષ દરમિયાન કુલ રૂ. 25,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષના બજેટમાં રૂ. 250 કરોડ આપશે.
નમો લક્ષ્મી યોજના
નમો લક્ષ્મીમાં 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ રૂ. 50 હજારની સહાય આપવામાં આવે છે. જેમાં ધોરણ 9 અને 10માં અભ્યાસ દરમિયાન માસિક રૂ.500 લેખે કુલ 10 મહિનામાં રૂ. 10 હજાર તથા ધોરણ 10માં ઉતીર્ણ થયા બાદ રૂ. 10 હજાર આપવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ 11 અને 12માં વિદ્યાર્થીનીઓને માસિક રૂ.750 લેખે કુલ 10 મહિનામાં રૂ. 15 હજારની સહાય તથા ધોરણ 12માં ઉતીર્ણ થયા બાદ રૂ. 5 હજારની સહાય આપવામાં આવે છે.
નમો સરસ્વતી યોજનામાં ચાલુ વર્ષે રાજ્ય સરકારે રૂ.250 કરોડનું બજેટ ફાળવ્યું છે