Nidhi Tewari Appointed as PM Modi Private Secretary: IFS નિધિ તિવારીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ (PS) માટે પસંદગી કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, નિધિ તિવારીને PM મોદીના અંગત સચિવ બનાવવામાં આવ્યા છે.
નિધિ તિવારી 2014 બેચની ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી છે. તે વડાપ્રધાન કાર્યાલય (PMO)માં કામ કરતા હતા. નિધિ તિવારી પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે તૈનાત હતા. 29 માર્ચે જારી કરાયેલા ડીઓપીટી આદેશમાં હવે નિધિ તિવારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે મોટી જવાબદારી મળી છે.
DoPT ઓર્ડરમાં શું છે?
DoPT દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ IFS નિધિ તિવારીની વડાપ્રધાનના અંગત સચિવ તરીકે નિમણૂકને મંજૂરી આપી દીધી છે. હાલમાં તેઓ પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કામ કરી રહ્યા છે. આ હુકમ તાત્કાલિક અસરથી અમલી છે.
PM મોદીની પ્રાઈવેટ સેક્રેટરી બનેલા નિધિ તિવારી, PMOમાં સેવા આપી ચુક્યા છે
નિધિ તિવારી પીએમઓના ડેપ્યુટી સેક્રેટરી તરીકે પોસ્ટેડ છે.
IFS નિધિ તિવારીને નવેમ્બર 2022 માં PMO ના નાયબ સચિવ બનાવવામાં આવ્યા હતા. PMO માં જોડાતા પહેલા, તેઓ વિદેશ મંત્રાલય (MEA) માં નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના વિભાગમાં અન્ડર સેક્રેટરી હતા.