Nitin Gadkari: ટોઇલેટનું પાણી વેચીને સરકારની રૂ. 300 કરોડની કમાણી, ગડકરીએ વોટર રિસાયક્લિંગને આપ્યુ પ્રોત્સાહન

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Nitin Gadkari: કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ઇનોવેટિવ અને શ્રેષ્ઠ મેનેજમેન્ટ માટે સફળ આઇડિયા માટે જાણીતા છે. તેમણે હાલમાં જ જણાવ્યું હતું કે, સરકારે નાગપુરમાં ટોયલેટનું પાણી રિસાયકલ કરી રૂ. 300 કરોડની કમાણી કરી છે. આ સાથે તેમણે વોટર રિસાયક્લિંગ પર ભાર મૂક્યો છે.

નીતિન ગડકરીએ જણાવ્યું કે, વોટર રિસાયક્લિંગનો પ્રથમ સફળ પ્રોજેક્ટ મથુરામાં પૂરો થયો હતો, ત્યારે હું જળ સંશાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી હતો. 2017થી 2019 દરમિયાન પબ્લિક-પ્રાયવેટ પાર્ટનરશીપ હેઠળ એક પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. જેમાં મથુરા શહેરના ગંદા પાણીને રિસાયકલ કરી તેને ઇન્ડિયન ઓઇલની મથુરા રિફાઇનરીમાં રૂ. 20 કરોડમાં વેચ્યું હતું.

- Advertisement -

40:60 PPP મોડલ

આ પ્રોજેક્ટમાં સરકારે 40 ટકા અને રોકાણકારોએ 60 ટકા રોકાણ કર્યું હતું. ત્યારે મથુરામાં 90 એમએલડીનો કાંપ હતો. આ પ્રોજેક્ટમાં પાણીને શુદ્ધ કરી તેને મથુરા રિફાઇનરીને વેચ્યું હતું. મથુરા રિફાઇનરીને અમે તેના પાણી માટે થતાં ખર્ચ કરતાં સસ્તા દરે પાણી વેચ્યું હતું.

ટોયલેટનું પાણી વેચી રૂ. 300 કરોડની કમાણી

ગડકરીએ જણાવ્યું હતું કે, મથુરા રિફાઇનરી માટે અમે રૂ. 20 કરોડમાં રિસાયક્લ્ડ વોટર પૂરું પાડ્યું હતું. જે યુપી સરકાર પાસેથી વાર્ષિક રૂ. 25 કરોડના ખર્ચે પાણી ખરીદી રહી હતી. અમે ટોયલેટનું પાણી વેચી વાર્ષિક રૂ. 300 કરોડ કમાતા હતા. દરેક શહેરમાં જો પાણી રિસાયકલ કરી ઉદ્યોગ માટે તેનો ઉપયોગ કરવામાં આવે તો જળ બચાવોના મિશનને વેગ મળી શકે છે.

Share This Article