હવે નાપાસ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં નહીં મળે પ્રમોશન, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

Arati Parmar
By Arati Parmar 2 Min Read

No Detention Policy Abolished : કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષણ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. મંત્રાલયે ‘નો ડિટેન્શન પોલિસી’ ખતમ કરી દીધી છે. આ નિર્ણય મુજબ હવે ધોરણ-5 અને ધોરણ-8ના અસફળ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓને પોતે જે ધોરણમાં હતા, તે ધોરણ પાસ કરવા માટે વધુ એક તક અપાશે. આ નવી પોલિસીનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાનો છે.

ધો.5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનારા વિદ્યાર્થીઓને ફેલ કરાશે

- Advertisement -

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો લાવવાના આશયથી ‘નો ડિટેન્શન પોલિસી’ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી અંગે ઘણા વર્ષોથી ચર્ચાઓ ચાલતી હતી, જોકે હવે નવા નિયમ મુજબ ધોરણ-5 અને ધોરણ-8ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનારા વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓને બીજી તક અપાશે

- Advertisement -

ધોરણ-5 અને ધોરણ-8 માટેના નવા નિયમ મુજબ, નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર ફરી પરીક્ષા આપવાની તક અપાશે. આ પરીક્ષામાં પણ નાપાસ થશે તો તેમને આગામી ધોરણમાં પ્રમોટ કરવામાં નહીં આવે. આ સાથે સરકારે એવું પણ કહ્યું છે કે, ‘ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.’ મંત્રાલયના આ નિર્ણયથી કેન્દ્રીય વિદ્યાલયો, નવોદય વિદ્યાલયો અને સૈનિક શાળાઓ સહિત 3000થી વધુ કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓને અસર થશે.

વિદ્યાર્થીઓના ભણતરમાં વધુ સુધારો કરવા નિર્ણય લેવાયો

- Advertisement -

શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમારે કહ્યું કે, વિદ્યાર્થીઓના ભણતરમાં વધુ સુધારો થાય તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે બાળકોમાં શિખવાની ક્ષમતામાં ઘટાડો રોકવા માટે આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.

Share This Article