Pastor Bajinder Singh Convicted: પાદરી બજિન્દરને યૌન ઉત્પીડન મામલે મોહાલી કોર્ટની આજીવન કેદની સજા

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Pastor Bajinder Singh Convicted:  પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને મોહાલી કોર્ટે હાલમાં જ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત કર્યો છે. આજે કોર્ટે તેને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ મામલે કોર્ટે 28 માર્ચે જ તેને દોષિત જાહેર કરી દીધો હતો. તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે પીડિતાને સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. આ દુષ્કર્મના કેસમાં કુલ છ આરોપી હતાં. જેમાં પુરાવાના અભાવે પાંચનો બચાવ થયો હતો. પરંતુ બજિન્દર વિરૂદ્ધ પુરાવા સાબિત થતાં તેને સજા ફટકારવામાં આવી છે.

2018માં તેના પર યૌન ઉત્પીડનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પીડિતાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, બજિન્દર વિકૃત માનસિકતા ધરાવે છે. તે જેલમાંથી બહાર આવ્યા બાદ પણ આ પ્રકારના કૃત્યો કરતો રહેશે. તેથી હું તેને જેલમાં જોવા માગું છું. કોર્ટના આ નિર્ણયથી આજે અનેક પીડિતાઓને ન્યાય મળ્યો છે. પીડિતાએ ડીજીપીને પોતાના જીવ પર જોખમ હોવાનું કહી સુરક્ષા માટે અરજી પણ કરી છે.

- Advertisement -
Share This Article