PM Modi Speech In Varanasi: PM મોદીની વારાણસી યાત્રા, પૂર્વાંચલ માટે ₹3884 કરોડની ભેટ, કહ્યું- તમારા પ્રેમનો ઋણી છું

Arati Parmar
By Arati Parmar 2 Min Read

PM Modi Speech In Varanasi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં છે અને પીએમની આ વારાણસીની 50મી મુલાકાત છે. આ દરમિયાન, પીએમ મોદીએ હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું, તેમજ જાહેરસભાને સંબોધિત કરી. તેમજ પીએમ મોદીએ બનારસને 3880 કરોડ રૂપિયાની ભેટ આપી અને વારાણસીમાં રસ્તા, વીજળી, શિક્ષણ અને પર્યટન સંબંધિત 44 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.

3880 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ

- Advertisement -

પીએમ મોદીએ શુક્રવારે કાશીમાં 3880 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. આ માહિતી આપતાં વારાણસીના વિભાગીય કમિશનર કૌશલ રાજ શર્માએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સમાં ગ્રામીણ વિકાસ પર કેન્દ્રિત યોજનાઓનો સમાવેશ થાય છે. આમાં 130 પીવાના પાણીના પ્રોજેક્ટ્સ, 100 નવા આંગણવાડી કેન્દ્રો, 356 લાઈબ્રેરી, પિંદ્રા ખાતે પોલિટેકનિક કોલેજનું નિર્માણ અને સરકારી ડિગ્રી કોલેજનો સમાવેશ થાય છે.

Share This Article