Rajasthan News: રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં ડૉ.બાબાસાહેબ ભીમરામ આંબેડકરની પ્રતિમા પાસે તક્તી લગાવતી વખતે ભાજપ મંડળ અધ્યક્ષ અને કોંગ્રેસના મહિલા ધારાસભ્ય વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના બની છે. કોંગ્રેસ ધારાસભ્યએ ભાજપ નેતા હનુમાન દીક્ષિતનો કૉલર ખેંચી, માર મારી, શર્ટ ફાડી દીધો હોવાનો આક્ષેપ કરાયો છે. મારમારી દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય કહેતા જોવા મળી રહ્યા છે કે, શું તમે ભાજપમાંથી હોવાના કારણે ગુંડાગર્દીનો સહારો લેશો?
બે વર્ષ પહેલા પ્રતિમાનું અનાવરણ કરાયું હતું
આજથી બે વર્ષ પહેલા જિલ્લાના બૌંલીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હવે અહીં તંત્ર દ્વારા ટ્રાફિકને ધ્યાને રાખી ચાર રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. બામનવાસના કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દિરા મીના (Bamanwas Congress MLA Indira Meena)એ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.