જયંત પંડ્યાએ સરકારી કચેરીમાં ચાલતી સત્યનારાયણ ભગવાનની કથા બંધ કરાવી દીધી. આ મુદ્દો ચગ્યો અને એવો ચગ્યો કે, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ એક સૂરમાં જયંત પંડ્યા સામે આક્રોશ વ્યક્ત કર્યો.
ભારતમાં સૌથી મોટો મુદ્દો ધર્મ છે. જ્યારે પણ ધર્મ પર ટિપ્પણી કે વિવાદ કરવામાં આવે ત્યારે બબાલ મોટી થાય છે. આ વખતે ચર્ચામાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા છે. જયંત પંડ્યાએ સરકારી કચેરીમાં ચાલતી સત્યનારાયણ ભગવાનની કથા બંધ કરાવી દીધી. આ મુદ્દો ચગ્યો અને એવો ચગ્યો કે, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ એક સૂરમાં જયંત પંડ્યા સામે આક્રોશ વ્યક્ત કર્યો.
ઓફિસમાં સત્યનારાયણ ભગવાનની કથા અયોગ્ય છે?
સત્યનારાયણની કથા કરવી અંધશ્રદ્ધા છે?
અંધશ્રદ્ધા સામે જાગૃતતાના નામે જાથા તમાશો કરે છે?
આ સવાલ ખૂબ મહત્વનો છે. શું વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા…અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવાના નામે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે નાટક કરી રહ્યા છે..? રાજકોટના પારડી ગામે પીજીવીસીએલ કચેરીમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કથા બંધ કરાવાતા ભારે વિવાદ થયો હતો. અંધશ્રદ્ધાના વિરોધના બહાને સત્યનારાયણની કથામાં વિઘ્ન ઉભુ કરવાનો અને વિજ્ઞાન જાથાના નામે જયંત પંડ્યા પર તમાશો કરવાનો આરોપ લાગ્યો છે.
ઘટના રાજકોટ જિલ્લાના પારડી ગામની હતી પરંતુ, આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. જયંત પંડ્યા સામે સમગ્ર બ્રહ્મ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.. બ્રહ્મ સમાજના આગેવાન મિલન શુક્લએ જયંત પંડ્યાના ધર્મ પર જ સવાલ ઉઠાવ્યા છે.. તેમણે કહ્યું કે, જયંત પંડ્યા હિંદુ નહીં પણ વિધર્મી છે. વિજ્ઞાન જાથાનું કામ અંધશ્રદ્ધા પ્રત્યે લોકોને જાગૃત કરવાનું હોય છે ન કે ધાર્મિક કાર્યોમાં વિક્ષેપ પાડવાનું…જયંત પંડ્યાએ પારડી ગામે કચેરીમાં કથા બંધ કરાવીને ભૂલ કરી છે.. આ ભૂલને લઈને બ્રહ્મ સમાજના આગેવાન અને કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે ઠપકો આપ્યો જેમાં તેઓ અકળાય ગયા હતા..
આ ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ એક સૂરમાં જયંત પંડ્યાનો વિરોધ કર્યો…ન માત્ર કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ પરંતુ, ભાજપના સોશ્યલ મીડિયાના કન્વિનર અને ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ યજ્ઞેશ દવેએ પણ જયંત પંડ્યાની કરતૂત સામે આક્રોશ વ્યક્ત કર્યો. ભારત જન વિજ્ઞાન જાથા એક રજીસ્ટર NGO છે.. 1987-90 અને 92નાં સમયમાં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન જાથા નામ હેઠળ જાગૃત અભિયાન ચલાવામાં આવ્યું હતું..
LLB સુધી અભ્યાસ કરેલા જયંત પંડ્યા એડવોકેટ છે..
પત્ની હર્ષાબેન અને દિકરો આકાશ પણ એડવોકેટ છે..
જયંત પંડ્યાએ અત્યાર સુધીમાં અંધશ્રધ્ધાનાં અસંખ્ય કેસ સોલ્વ કર્યા છે..
જેમાં ભુવા ધુણવા, તેના ધતિંગ સહિતના કેસનો સમાવેશ થાય છે..
જયંત પંડ્યાએ પોતાના પુત્રના લગ્નમાં કાળા રંગની કંકોત્રી છપાવડાવી હતી..
1991-92માં નાણા ઉચાપત કેસમાં 7 વર્ષની સજા અને 17 હજારનો દંડ ફટકારાયો હતો..
ભૂવા અને રોગ મટાડવા માટે ડામ આપવા જેવી ઘટનાઓને તમે અંઘશ્રદ્ધા કહી શકો.. પરંતુ, ઓફિસમાં સારા વાતાવરણ માટે સત્યનારાયણ ભગવાનની કથા બંધ કરાવવી યોગ્ય નથી. આ કૃત્યથી જયંત પંડ્યા સામે ન માત્ર બ્રહ્મ સમાજનો આક્રોશ છે પરંતુ, સમગ્ર હિંદુ સમુદાયમાં આક્રોશ છે.. જેનો સામનો જયંત પંડ્યાએ લાંબા સમય સુધી કરવો પડશે.