દિલીપ પટેલ
અમદાવાદ, 21 નવેમ્બર 2024
શંકરસિંહ વાઘેલા નવો પક્ષ પ્રજાશક્તિ ડેમોક્રેટિકની નોંધણી ચૂંટણી પંચમાં કરાવી છે. એવા સમાચારો આવી રહ્યાં છે પરંતુ આ પક્ષ તો રાજસ્થાનમાં નોંધાયેલો રાષ્ટ્રિય પક્ષ છે. શંકરસિંહે 2022માં આ પક્ષને ગુજરાતમાં લાવવાની જાહેરાત કરી હતી. પણ ત્યારે અહમદ પટેલનું અવસાન થયું તેથી તેઓ આ પક્ષ લાવ્યા નહીં અને ભાજપ સાથે સમજૂતી કરી લીધી હતી.
Praja Shakti Democratic તેમનો હવે 12મો સક્રિય પક્ષ હશે. એટલે રાજકીય રીતે તેઓ બારમું કરવાની તૈયારી કરી ચૂક્યા છે. શંકરસિંહ વાઘેલા પોતાની રાજકીય કારકિર્દીમાં 12માં પક્ષ છે. અગાઉ 11 વખત છૂટાછેડા લીધેલા વયોવૃદ્ધ રાજકીય વિધુર તરીકે ઓળખાય છે. કારણ કે 12 પક્ષોમાં રહેવાનો તેમનો વિક્રમ ગુજરાતમાં તો છે પણ દેશમાં આટલા મોટા પ્રમાણમાં કોઈએ પક્ષ પટલા અને પક્ષ સ્થાપના, પતન અને ઉત્થાપન નથી કર્યા.
ડો. રાજેન્દ્ર રાઠોડ કોણ
ગુજરાત એકમના પ્રથમ પ્રમુખ પદે 2022થી ડૉ. રાજેન્દ્ર રાઠોડ છે. 22 ડિસેમ્બર 2024માં પક્ષની જાહેરાત શંકરસિંહ કરશે. એવી જાહેરાત થઈ રહી છે. પણ તેનું અસ્તિત્વ 2022થી છે.
ડૉ. રાજેન્દ્ર રાઠોડ લીંબડીના ઠાકોર કુટુંબના છે. વડોદરાના પૂર્વ મેયર હતા. કોંગ્રેસ, ભાજપ, રાજપા, નવા પક્ષમાં ચૂંટણી ડૉ. રાજેન્દ્ર રાઠોડ ચૂંટણી લડી ચૂક્યા છે અને દર વખતે તેઓ હાર્યા છે.
ડૉ. રાજેન્દ્ર રાઠોડ વડોદરામાં ડેન્ટલ કોલેજ છે. ભારતમાં ઓલ ઇન્ડિયામાં તેઓ દવાખાનું લઈને ફર્યા અને ડેન્ટલ કેમ્પ કર્યા હતા. યુવાનોનો ઉપયોગ કરશે. નવા લોકોને પબ્લિક ફિગર બનાવવા માટે મોકો મળશે. અઢી લાખ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને એટલાં જ હોદ્દેદારો નિયુક્ત કરીને તેનું ઉત્થાન કરશે.
અર્થ નો અનર્થ
ભાગવત ગો મંડળ પ્રમાણે ઉત્થાપન એટલે કે, સમાપ્તિ, છેડો, અંત, ઉલ્લંઘન, સામાનું નિકંદન, એકને ઉઠાડી એને સ્થળે બીજાને મૂકવું, અનાદર, કાઢી મૂકવા, દેવ ઉઠાડવા, બરતરફી એવો અર્થ થાય છે. જે તમામ અર્થ શંકરસિંહના વ્યક્તિત્વ સાથે બરાબર મેળ બેસે છે. આ શબ્દ ફરી એક વખત તેઓ 22 નવેમ્બરે સાબિત કરવાના છે.
કોંગ્રેસમાં વિલય અને શંકરસિંહના પક્ષપલટા
11 રાજકીય પક્ષોમાં રહ્યાં
1969થી જનસંઘમાં જોડાયા. 1971 સુધી મહેસાણા અને ગાંધીનગર જિલ્લા સંગઠનની કામગીરી કરી હતી. પ્રદેશના સંગઠનના પૂર્ણકાલીન કાર્યકર્તા હતા.
1975થી ગુજરાતમાં સ્થપાયેલા જનતા મોરચાના તેઓ સ્થાપક સભ્ય હતા.
1977થી 1980ના ગાળામાં જનતા પક્ષના ગુજરાત એકમના ઉપપ્રમુખ રહ્યા.
1980થી 1996 સુધી જનસંઘ-ભાજપ સાથે 27 વર્ષ અને 16 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યાં હતા. 11 વર્ષ સુધી ભાજપના મહામંત્રી તરીકે રહ્યા હતા. 1986થી પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે ભાજપ બે વખત છોડીને તોડ્યો હતો.
1995માં મહા ગુજરાત જનતા પાર્ટી જૂથના પ્રણેતા
1996થી 1996 રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી હતી.
1998થી 2017 સુધી 19 વર્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા હતા. 77મા જન્મદિને 21 જુલાઈ, 2017ના રોજ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું પછીથી પાર્ટીમાંથી છૂટા પડ્યા.
2017 જનવિકલ્પ પાર્ટી બનાવી હતી. 100 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, જો કે તેમને એક પણ બેઠક મળી ન હતી.
1919થી 2020 સુધી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી), શક્તિ દળ જેવું નવું દળ બનાવવાની રાજકોટમાં જાહેરાત કરી હતી.
2022માં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી, ત્યારે તેમની ઉંમર 82 વર્ષની હતી. અહમદ પટેલનું ત્યારે અવસાન થયું હતું.
2024માં પ્રજાશક્તિ ડેમોક્રેટિક તરીકે નોંધણી કરાવીને 22 નવેમ્બર 2024માં જાહેરાત કરી હતી. તે અગાઉ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ અને વાઘેલા ગુપ્ત રીતે મળ્યા હતા અને ગુજરાતમાં ફરી એક વખત ભાજપને ચૂંટવા માટે જે યોજના બનાવી છે તેનો આ એક ભાગ માનવામાં આવે છે.
શંકરસિંહ વાઘેલા 1977થી 6, 9, 10, 13, 14મી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1977માં કપડવંજથી સૌથી નાની વયના ગુજરાતના સાંસદ હતા. 1989માં ભાજપમાંથી ગાંધીનગરની બેઠક પર અને 1991માં ગોધરામાંથી લોકસભામાં ચૂંટાયા. 1999માં કોંગ્રેસમાંથી કપડવંજમાંથી લોકસભામાં ચૂંટાયા. દેશમાં મતોની ટકાવારીમાં તેઓ ચોથા ક્રમે રહ્યા હતા.
1984થી 1989 સુધી રાજ્યસભાના સભ્ય હતા.
કૉંગ્રેસ પક્ષે તેમને આપેલો ટેકો પાછો ખેંચતાં 28 ઑક્ટોબર, 1997ના રોજ તેમની સરકારનું પતન થયું.
મે 2004ની ચૂંટણીમાં કપડવંજ મત વિસ્તારમાંથી ચૂંટાયા અને કોંગ્રેસની કેન્દ્ર સરકારમાં કાપડ પ્રધાન બન્યા હતા.
ભારત પ્રવાસન વિકાસ નિગમ (ITDC)ના અધ્યક્ષ તરીકે હતા.
13મી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે હતા.
ફેબ્રુઆરી, 1998માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા પક્ષનો પરાજય થતાં પક્ષને ઑગસ્ટ, 1999માં કોંગ્રેસમાં વિલીન થયો.
કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ તેમના ભાષણમાં વિધાનસભામાં કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પ્રશંસા અને કટાક્ષનો મિશ્ર સંદેશ આપ્યો હતો.
વાઘેલાએ 2014માં વિધાનસભામાં કહ્યું હતું કે, 1984માં બે હતી, હવે 282 છે અને આનો શ્રેય નરેન્દ્રભાઈને જાય છે. ગુજરાતના બે લોકો કે જેઓ ભારતના વડાપ્રધાન બન્યા તેમના જીવનમાં ગોધરાએ મહત્વની ભૂમિકા ભજવી છે. રામ મંદિર નિર્માણ જેવા તમારા ઢંઢેરામાં આપેલા વચનો પૂરા કરો.
રાષ્ટ્રીય જનતા પક્ષનું કોંગ્રેસમાં વિલીનીકરણ
મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટી કોંગ્રેસમાં ભળે ત્યારે સોનિયા ગાંધી 17 જુલાઈએ ગુજરાતમાં આવ્યા હતા.
પ્રભારી મહાસચિવ માધવરાવ સિંધિયાના નિવાસસ્થાને દિલ્હીમાં સંયુક્ત બેઠક યોજી હતી. પછી કોંગ્રેસ અધ્યક્ષને મળ્યા હતા. સિંધિયાએ પત્રકાર પરિષદમાં વિલીનીકરણની જાહેરાત કરી.
કોંગ્રેસના જનતા દળ જૂથ કે જે મુખ્ય પ્રધાન હતા ત્યારે આ રીતે ભળી ગયું હતું. આ જૂથ શંકરસિંહના વિલીનીકરણ વખતે ગેરહાજર હતું.
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા સનત મહેતાએ વાઘેલાને પક્ષમાં લેવા સામે વિરોધ કર્યો હતો.
કોંગ્રેસમાં જવા માટે શંકરસિંહના ગુરુ એવા સંઘી ચીમન શુક્લાએ વિરોધ કર્યો હતો.
વાઘેલાને 19-20 જૂનના રોજ મળેલી તેમની પાર્ટીની બેઠકમાં તેમને વિલીનીકરણ, જોડાણ અથવા ગોઠવણ અંગે નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી હતી. વિલીનીકરણ બિનશરતી હતું.
AICC કોષાધ્યક્ષ અહેમદ પટેલ, CWC સભ્ય માધવસિંહ સોલંકી, PCC ચીફ સીડી પટેલ, CLP નેતા અમરસિંહ ચૌધરી વિલયની યોજના સાથે સંમત હતા.
જનતા દળ જૂથના નેતા છબીલદાસ મહેતા અને રાજ્યસભાના સભ્ય ઉર્મિલાબેન પટેલે વિરોધ કર્યો હતો.
ગુજરાત આરજેપીના વડા વાઘેલા, પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખ, મધુસુદન મિસ્ત્રી અને પૂર્વ મંત્રી વિપુલ ચૌધરી જોડાયા હતા.
વાઘેલાએ આગામી લોકસભા ચૂંટણીમાં ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહ પ્રધાન, લાલકૃષ્ણ અડવાણી સામે લડવાના છે એવી જાહેરાત કરી હતી.
વિપુલ ચૌધરીએ કોંગ્રેસ સાથે વિલીનીકરણની વાટાઘાટો કરી હતી. પણ પછી શંરસિંહે તેની અવગણના કરી હતી. જોડાણ વખતે વિપુલ ચૌધરીનો ક્યાંય ઉત્સાહ જોવા મળતો ન હતો.
નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ
નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટમાં લાલુ પ્રસાદ યાદવ, મુલાયમ સિંહ યાદવ અને શંકરસિંહ વાઘેલા હતા. વાઘેલા કોંગ્રેસમાં ગયા અને લાલુ કોંગ્રેસ સાથે હતા. મુલાયમ સિંહ યાદવ પોતે શરદ પવાર પાસે ગયા હતા.
વાઘેલા સંઘ ભૂલ્યા
વાઘેલાએ કોંગ્રેસમાં ભળતા પહેલાં કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સભ્ય હોવાનો ગર્વ અનુભવે છે. કોંગ્રેસમાં જોડાયા બાદ તેઓ સંઘનું નામ લઈ શકતા ન હતા. હવે સંઘ સાથે કોઈ સંબંધ નથી એવું તે સમયે વારંવાર જાહેર કર્યું હતું. જોકે, કોંગ્રેસ સાથે વાંધો પડ્યો ત્યારે તેમણે કહ્યું તે સંઘી છે.
સિંધિયાએ કહ્યું કે વાઘેલાએ ધર્મનિરપેક્ષ અને ઉદારવાદી દળોને મજબૂત કરવા તેમની પાર્ટીને કોંગ્રેસ સાથે મર્જ કરી છે.
1996માં કોંગ્રેસના બાહ્ય સમર્થનથી ગુજરાતમાં સરકાર બનાવી. આ ગઠબંધન સરકાર એક વર્ષ પણ ટકી શકી ન હતી. નવા જિલ્લાઓની રચનાને લઈને કોંગ્રેસ સાથે તેમનો મતભેદ હતો. દિલીપ પરીખને મુખ્ય પ્રધાન બનાવવા પડ્યા હતા.
માર્ચ 1998માં, પરીખે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું.
ફરીથી ચૂંટણી યોજાઈ અને વાઘેલાની RJPએ 4 બેઠકો જીતી. 1995ના તેની સાથેના તમામ ધારાસભ્યોને પ્રજાએ હરાવી દીધા હતા.
1998 ના અંત સુધીમાં, તેમની પાર્ટી કોંગ્રેસમાં સમાઈ ગઈ. કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપે 115 બેઠકો જીતીને સરકાર બનાવી. ત્યારપછી ગુજરાતમાં માત્ર ભાજપની જ સરકાર છે.
વાઘેલાએ સત્તાની લાલસામાં ભાજપને તોડી નાખ્યો હતો. તેઓ તેનો આનંદ માણી શક્યા નહીં. તેઓ એક વર્ષથી ઓછા સમય માટે રાજ્યના મુખ્ય પ્રધાન રહ્યા. યુપીએએ સરકારે વાઘેલાને પુરસ્કાર આપ્યો અને તેમને 2004 થી 2009 દરમિયાન મનમોહન સિંહ સરકારમાં કેન્દ્રીય કાપડ પ્રધાન બનાવ્યા હતા.
હવે આખી પેઢી ભાજપના મૂળના શંકરસિંહના કલંકિત ઇતિહાસને ભૂલીને ભાજપ શાસિત રાજ્યમાં 33 વર્ષથી ઉછરી છે. તેઓ ભાજપનો આવો કલંકીત ઇતિહાસ જાણતાં નથી. જે જાણે છે તે ભૂલી શકતા નથી. ગુજરાતની પ્રજાએ શંકરસિંહને ક્યારેય માફ કર્યા નથી. તેથી તેમણે વારંવાર નવા પક્ષ બનાવવા પડ્યા અને કોંગ્રેસમાં ભળી ગયા પછી પણ અલગ થવું પડ્યું હતું. તેઓ 7 વખત રાજકીય લગ્ન કરી ચૂક્યા છે. છતાં તેમની રાજકીય મહત્વકાંક્ષા હજું 2024માં જીવે છે