Sonia Gandhi on Waqf Bill: બળજબરીથી વક્ફ બિલ પસાર, બંધારણ પર હુમલો – સોનિયા ગાંધીનો આક્ષેપ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Sonia Gandhi on Waqf Bill: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ વક્ફ સુધારા બિલને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બિલ અને તેને પાસ કરાવવામાં સરકાર દ્વારા દર્શાવવામાં આવેલી ઉતાવળની આકરી ટીકા કરી હતી.

વક્ફ બિલ બળજબરીથી પસાર કરવામાં આવ્યું છે: સોનિયા ગાંધી 

- Advertisement -

કોંગ્રેસ સંસદીય દળ (CPP)ની જનરલ બોડીની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું, ‘ગઈકાલે વક્ફ સુધારા બિલ, 2024 લોકસભામાં પસાર થઈ ગયું હતું અને આજે તે રાજ્યસભામાં રજૂ થવાનું છે. આ બિલ બળજબરીથી પસાર કરવામાં આવ્યું હતું. અમારી પાર્ટીનું સ્ટેન્ડ સ્પષ્ટ છે. આ બિલ બંધારણ પર હુમલો છે. આ આપણા સમાજને કાયમી ધોરણે ધ્રુવીકરણ રાખવાની ભાજપની ઇરાદાપૂર્વકની વ્યૂહરચનાનો એક ભાગ છે.’

Share This Article