Supreme Court: વોટર આઇ કાર્ડ સાથે આધાર લિંક કરવાનું કાર્ય વર્તમાન કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખી કરવામાં આવશે અને ચૂંટણી પંચ તથ યુઆઇડીએઆઇના નિષ્ણાતો આ અંગે ટૂંક સમયમાં મંત્રણા કરશે તેમ ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે.
વોટર કાર્ડ સાથે આધાર લિંક કરવા માટે ચૂંટણી પંચે આજે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફરમેશન ટેકનોલોજી મંત્રાલયના સચિવ અને યુઆઇડીએઆઇના સીઇઓ સાથે બેઠક યોજી હતી.
ચૂંટણી પંચ ઇપીઆઇસીને આધાર નંબર સાથે જોડવા માટે કલમ ૩૨૬, આરપી એક્ટ, ૧૯૫૦ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર બંધારણીય દાયરામાં રહીને સમગ્ર કાર્યવાહી કરશે.બંધારણની કલમ ૩૨૬ અનુસાર મતાધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપવામાં આવે છે. જ્યારે આધાર કાર્ડ ફક્ત વ્યકિતની ઓળખ સ્થાપિત કરે છે. તેથી એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ઇપીઆઇસીને આધાર સાથે જોડવાનું કાર્ય ફક્ત બંંધારણની કલમ ૩૨૬, જનપ્રતિનિધિત્ત્વ એક્ટ, ૧૯૫૦ની કલમ ૨૩(૪), ૨૩(૫) અને ૨૩(૬)ની જોગવાઇઓ અનુસાર તથા ડબ્લ્યુુપી (સિવિલ) નંબર ૧૭૭/૨૦૨૩માં સુપ્રીમના નિર્ણયને અનુરૂપ કરવામાં આવશે.દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે મતદાર યાદીમાં અનિયમિતતાના આરોપોનો કાયમી અને વૈજ્ઞાાનિક ઉકેલ લાવવાનું નક્કી કર્યુ છે.