Supreme Court: સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ગુજરાત હાઈકોર્ટના જજોએ સંપત્તિ જાહેર ન કરી, ફક્ત 12% જજોએ જ માહિતીઓ આપી

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Supreme Court: સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના વર્તમાન અને ભવિષ્યના તમામ જજે સંપત્તિની વિગતો વેબસાઈટ પર જાહેર કરવાની રહેશે. દિલ્હી હાઈકોર્ટથી અલ્લાહાબાદ હાઈકોર્ટ ટ્રાન્સફર કરાયેલા જજ યશવંત વર્માના ઘરેથી આગની ઘટના સમયે કરોડો રૂપિયા રોકડા મળવાની ઘટના બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય લેવાયો હતો. જોકે હજુ સુધી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ફક્ત 12 ટકા જજે સંપત્તિની વિગતો જાહેર કરી છે.

સુપ્રીમ કોર્ટની શું છે સ્થિતિ? 

- Advertisement -

તાજેતરમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની વેબસાઇટ પર જજ દ્વારા સામે ચાલીને જાહેર કરાયેલી સંપત્તિની વિગતો મુજબ 11 એપ્રિલ 2025 સુધી 11.94 ટકા જજે પોતાની સંપત્તિ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટના 33માંથી 30 જજોએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સમક્ષ પોતાની સંપત્તિની વિગતો જાહેર કરી દીધી પણ કેટલીક ટેક્‌નિકલ ખામીને કારણે આ વિગતો સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર જાહેર નથી કરી શકાય તેવો દાવો કરાયો છે. જોકે હજુ સુધી સુપ્રીમ કોર્ટના એક 33માંથી એક પણ જજની વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ જ નથી.

હાઈકોર્ટના જજની શું છે સ્થિતિ? 

- Advertisement -

જ્યારે હાઇકોર્ટના 762 જજમાંથી 95ની એટલે કે 12.46 ટકા જજની સંપત્તિની વિગતો કોર્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જ્યારે 19 હાઇકોર્ટ એવી છે કે જેમના જજની સંપત્તિની વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ નથી. જેમાં સૌથી મોટી 81 જજો ધરાવતી અલ્લાહાબાદ હાઇકોર્ટનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટ મુજબ આવી અન્ય હાઇકોર્ટમાં બોમ્બે, કલકત્તા, ગુજરાત, પટણા હાઇકોર્ટનો પણ સમાવેશ થાય છે.  કેરળ હાઇકોર્ટના જજ સંપત્તિ જાહેર કરવામાં અગ્રેસર રહ્યા છે. કેરળ હાઇકોર્ટના 44માંથી 41 જજે પોતાની સંપત્તિ જાહેર કરી દીધી હતી.

ગુજરાત હાઈકોર્ટના 25માંથી એક પણ જજે વિગતો જાહેર ન કરી 

- Advertisement -

અત્યાર સુધીની માહિતી અનુસાર ગુજરાત હાઈકોર્ટના જજ સંપત્તિ જાહેર કરવામાં સાવ પાછળ રહી ગયા છે. હજુ સુધી 25 જજમાંથી કોઇ જજે વિગતો વેબસાઈટ પર જાહેર કરાવી નથી. જ્યારે કેરળ, પંજાબ એન્ડ હરિયાણા જેવા રાજ્યોના જજ સંપતિની વિગતો જાહેર કરવા મામલે આગળ રહ્યા છે.

તમામ કોર્ટની શું છે સ્થિતિ? 

કોર્ટનું નામન્યાયાધીશની સંખ્યાસંપત્તિ જાહેર કરનાર ન્યાયાધીશની સંખ્યા
સુપ્રીમ કોર્ટ330
કર્ણાટક હાઈકોર્ટ500
અલ્હાબાદ હાઈકોર્ટ810
કેરાલા હાઈકોર્ટ4441
આંધ્રપ્રદેશ હાઈકોર્ટ300
મધ્ય પ્રદેશ હાઈકોર્ટ340
બોમ્બે હાઈકોર્ટ650
મદ્રાસ હાઈકોર્ટ655
કલકત્તા હાઈકોર્ટ460
મેઘાલય હાઈકોર્ટ40
છત્તીસગઢ હાઈકોર્ટ161
ઓડિશા હાઈકોર્ટ180
પટણા હાઈકોર્ટ360
દિલ્હી હાઈકોર્ટ367
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ5330
ગુવાહાટી હાઈકોર્ટ250
રાજસ્થાન હાઈકોર્ટ380
ગુજરાત હાઈકોર્ટ320
સિક્કિમ હાઈકોર્ટ30
હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ1211
ત્રિપુરા હાઈકોર્ટ40
મણિપુર હાઈકોર્ટ30
ઉત્તરાખંડ હાઈકોર્ટ90
જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ130
તેલંગાણા હાઈકોર્ટ300
ઝારખંડ હાઈકોર્ટ150
Total79595
Share This Article