ડ્રાઇવરે ચોરની નોંધ કરી હતી
ખાદ્યતેલના વધતા ભાવ વચ્ચે સુરતમાં તેલ ચોરીના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં રાંદેર વિસ્તારમાં બે અલગ-અલગ ઘટનાઓએ ટ્રાન્સપોર્ટરો અને ડીલરોને સતર્ક કરી દીધા છે. ચાલતા ટેમ્પોમાંથી તેલના ડબ્બા ચોરીને ચોરોએ અનોખી રીતે પોતાની પ્રવૃતિને અંજામ આપ્યો હતો.
તિરુપતિ કોટન ઓઈલ ટેમ્પોમાંથી ઓઈલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વિડિયોમાં, ચોર ચાલતા ટેમ્પો પર ચડતો અને દરેક બોક્સમાં 12-લિટર તેલના પાઉચની ચોરી કરતો જોવા મળ્યો હતો, ચોર આરામથી ટેમ્પોની પાછળ ચઢી ગયો હતો અને ભાગી ગયો હતો.