સુરતઃ ઉત્તરાયણની હોટલમાં વેશ્યાવૃત્તિનો પર્દાફાશ પોલીસે દરોડામાં 7 યુવતીઓને છોડાવી, 9 ગ્રાહકોની ધરપકડ સુરતઃ ઉત્તરાયણ વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહીમાં વેશ્યાવૃત્તિના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પનવેલ હોટલમાં ગુપ્ત માહિતીના આધારે પાડવામાં આવેલા આ દરોડામાં 5 થાઈ, 1 નેપાળી અને 1 ઉત્તરાખંડની યુવતીને મુક્ત કરવામાં આવી હતી. તેમજ વાંધાજનક સ્થિતિમાં 9 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી હતી. આ વેશ્યાવૃત્તિનું રેકેટ વોટ્સએપ દ્વારા ચલાવવામાં આવતું હતું. ગ્રાહકોને યુવતીઓના ફોટોગ્રાફ મોકલીને હોટલમાં બોલાવવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને એ પણ જાણવા મળ્યું કે દરેક ગ્રાહક પાસેથી 3500 થી 5000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ મામલે હોટલના ચીફ મેનેજર જે. ડી.કેવડિયા, દલાલ શિવમ ગજેરા, ભાવના પાટીલ અને હોટલ માલિક વિજય ઉર્ફે કાના સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે. પોલીસે હોટલમાંથી બચાવેલી 7 છોકરીઓને આશ્રય અને સુરક્ષા માટે મોકલી દીધી છે. આ સમગ્ર રેકેટમાં હોટલ માલિક વિજય ઉર્ફે કાના સક્રિય ભૂમિકા ભજવતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. દરોડા બાદ પોલીસે ઉત્તરાયણ સહિત અન્ય શંકાસ્પદ વિસ્તારોમાં તપાસ તેજ કરી છે. આ અંતર્ગત અન્ય હોટલોમાં પણ આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિઓ થઈ રહી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. હાલ પોલીસ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 1 Min Read

સુરતઃ ઉત્તરાયણની હોટલમાં વેશ્યાવૃત્તિનો પર્દાફાશ
પોલીસે દરોડામાં 7 યુવતીઓને છોડાવી, 9 ગ્રાહકોની ધરપકડ

સુરતઃ ઉત્તરાયણ વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહીમાં વેશ્યાવૃત્તિના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પનવેલ હોટલમાં ગુપ્ત માહિતીના આધારે પાડવામાં આવેલા આ દરોડામાં 5 થાઈ, 1 નેપાળી અને 1 ઉત્તરાખંડની યુવતીને મુક્ત કરવામાં આવી હતી. તેમજ વાંધાજનક સ્થિતિમાં 9 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -

આ વેશ્યાવૃત્તિનું રેકેટ વોટ્સએપ દ્વારા ચલાવવામાં આવતું હતું. ગ્રાહકોને યુવતીઓના ફોટોગ્રાફ મોકલીને હોટલમાં બોલાવવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને એ પણ જાણવા મળ્યું કે દરેક ગ્રાહક પાસેથી 3500 થી 5000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

આ મામલે હોટલના ચીફ મેનેજર જે. ડી.કેવડિયા, દલાલ શિવમ ગજેરા, ભાવના પાટીલ અને હોટલ માલિક વિજય ઉર્ફે કાના સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.

- Advertisement -

પોલીસે હોટલમાંથી બચાવેલી 7 છોકરીઓને આશ્રય અને સુરક્ષા માટે મોકલી દીધી છે. આ સમગ્ર રેકેટમાં હોટલ માલિક વિજય ઉર્ફે કાના સક્રિય ભૂમિકા ભજવતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

દરોડા બાદ પોલીસે ઉત્તરાયણ સહિત અન્ય શંકાસ્પદ વિસ્તારોમાં તપાસ તેજ કરી છે. આ અંતર્ગત અન્ય હોટલોમાં પણ આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિઓ થઈ રહી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. હાલ પોલીસ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

- Advertisement -
Share This Article