Telangana News: એક જ મંડપમાં બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન, તેલંગાણાનો યુવક ટોક ઓફ ધ ટાઉન!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Telangana News: ભારતમાં મેરેજ એક્ટ મુજબ એક જ લગ્નની છૂટ છે. પણ તેલંગાણામાં એક વ્યક્તિએ તેની બે પ્રેમિકાઓ સાથે લગ્ન કરીને ચકચાર મચાવી છે. તેલંગાણાના ગામનો કીસ્સો ફક્ત તે ગામ પૂરતો મર્યાદિત ન રહેતા પહેલા તેલંગાણા અને હવે દેશમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

તેલંગાણાના કોમારામ ભીમ આસિફાબાદ જિલ્લામાં યુવકે એક જ મંડપમાં બે યુવતી સાથે લગ્ન કર્યા છે. સૂર્યદેવ નામની વ્યક્તિએ એક જ સમયે બે મહિલાઓ લાલ દેવી અને ઝલકારી દેવી સાથે લગ્ન કર્યા છે.

- Advertisement -

સૂર્યદેવે લગ્નના નિમંત્રણ કાર્ડ પર બંને પત્નીઓના નામ પણ છપાવ્યા છે અને એક ભવ્ય સમારંભનું આયોજન પણ કર્યુ હતુ.આ લગ્નનો વિડીયો પણ વાઇરલ થયો છે, જેમા બંને મહિલાઓ એક વ્યક્તિનો હાથ હાથમા લઈને નજર આવે છે. લગ્નના બધી રીતરિવાજ સગાસંબંધીઓ અને કુટુંબીઓની હાજરીમાં નીભાવવામાં આવ્યા.

સૂર્યદેવને લાલદેવી અને ઝલકારી દેવી સાથે પ્રેમ થઈ ગયો. તેના પછી ત્રણેયે જોડે રહેવાનો નિર્ણય લીધો. જો કે પ્રારંભમાં તો ગામના વૃદ્ધો લગ્ન માટે રાજી ન હતા, પરંતુ પછી માની ગયા અને ત્રણેયના લગ્ન કરાવવામાં મદદ કરી. જો કે ભારતમાં હિંદુઓમાં આ પ્રકારના લગ્ન ગેરકાયદેસર છે, પણ આદિવાસીઓને આ કાયદો લાગુ પડતો નથી.  આ પહેલા 2021માં તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં એક વ્યક્તિએ એક જ મંડપમાં બે મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. આ ઉપરાંત 2022માં ઝારખંડમાં એક યુવકે તેની બંને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા.

Share This Article