પાલનપુર (ગુજરાત), 1 જાન્યુઆરી: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બસ અને ટેન્કર વચ્ચેની અથડામણમાં રાજસ્થાનના ત્રણ લોકોના મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી.
ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એમ.પટેલે જણાવ્યું કે, આ અકસ્માત જિલ્લાના સુઈગામ તાલુકાના સોનેથ ગામ પાસે મંગળવારે સવારે 1.30 વાગ્યે થયો હતો. તેમણે જણાવ્યું કે બસ રાજસ્થાનથી ગુજરાતના રાજકોટ જઈ રહી હતી ત્યારે એક ટેન્કર સાથે અથડાઈ હતી.
“ત્રણ બસ મુસાફરોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને અન્ય 12 લોકોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે,” તેમણે કહ્યું.
પટેલે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ વ્યક્તિઓ 30 થી 45 વર્ષની વયના પુરુષો હતા અને તેઓ રાજસ્થાનના બાલોત્રાના રહેવાસી હતા.