Vinesh Phogat: હરિયાણા સરકારે આ વર્ષે 25 માર્ચે મળેલી કેબિનેટની બેઠકમાં, તેની સ્પોર્ટ્સ પોલિસી હેઠળ કુસ્તીબાજમાંથી ધારાસભ્ય બનેલા વિનેશ ફોગાટને ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા હતા. જેમાં 4 કરોડ રૂપિયાનું રોકડ પુરસ્કાર, ‘ગ્રુપ A’ નોકરી અથવા હરિયાણા શહેરી વિકાસ સત્તામંડળ (HSVP) હેઠળ પ્લોટ ફાળવણી કરવાનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસની ટિકિટ પર જુલાના વિધાનસભાથી ચૂંટણી જીતનાર વિનેશ ફોગાટે વિકલ્પ મળ્યાના લગભગ બે અઠવાડિયા પછી હરિયાણા સરકારને પત્ર લખીને જણાવ્યું છે.
વિનેશ ફોગાટે કરી કેશ અને પ્લોટ
જુલાનાના ધારાસભ્ય વિનેશ ફોગાટે હવે સરકાર પાસેથી 4 કરોડ રૂપિયાની સાથે પ્લોટની પણ માંગણી કરી છે. ઓલિમ્પિકમાંથી બહાર થયા પછી, રાજ્ય સરકારે તેમને સિલ્વર મેડલ વિજેતાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. પહેલાના અહેવાલો હતા કે ભૂતપૂર્વ કુસ્તીબાજે રોકડ રકમનો વિકલ્પ પસંદ કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિનેશ ફોગાટની માંગને કારણે હરિયાણાનો રમતગમત વિભાગ મૂંઝવણમાં છે. આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને એક વિકલ્પ પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ વિનેશે બે વિકલ્પ પસંદ કર્યા છે. ધારાસભ્ય હોવાને કારણે, સરકારી નોકરી માટે તેમની પસંદગી થવાની કોઈ શક્યતા નથી.’
સિલ્વર મેડલ વિજેતાને મળતા તમામ લાભો આપવાની સરકારી જાહેરાત
વિનેશ ફોગાટને 100 ગ્રામ વજનના કારણે ઓલિમ્પિકમાંથી બહાર કરવામાં આવ્યા બાદ, મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ લખ્યું હતું કે, ‘માત્ર હરિયાણા જ નહીં, આખા દેશને વિનેશ ફોગાટ પર ગર્વ છે. તેને સિલ્વર મેડલ વિજેતાને મળતા તમામ લાભો મળશે.’ આના થોડા કલાકો પછી, વિનેશે રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જો કે હાલ વિનેશ ફોગાટની આ મામાલે કોઈ પ્રતિક્રિયા નથી આપી.
100 ગ્રામ વજનના કારણે મેડલ ચૂકી ગયા
વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા વર્ગમાં ફાઇનલમાં પહોંચી હતી પરંતુ 100 ગ્રામ વજન વધારે હોવાને કારણે તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રમતગમતમાંથી નિવૃત્તિ લીધા પછી, તેમણે પોતાની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી અને કોંગ્રેસની ટિકિટ પર હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી અને જુલાના બેઠક 6 હજારથી વધુ મતોથી જીતી હતી.