Vrindavan Widows: આ જગ્યાએ 2000 વિધવાઓ સાથે ઉજવશે હોળી, તુટશે જૂની પરંપરા

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Vrindavan Widows: હોળી ઉત્સાહ અને ઉંમગથી ભરપૂર તહેવાર છે જેને નવ પરણીતો અને યુવાઓ ખૂબજ મન મુકીને ઉજવતા હોય છે. વૃંદાવનની કુંજ ગલીઓ હોળીના તહેવાર માટે મશહૂર છે પરંતુ આ વખતે વૃંદાવનની ૨૦૦૦ વિધવાઓ હોળી ઉજવીને ઇતિહાસ રચશે. આ આયોજન સામાજિક સૌહાર્દ, સાંસ્કૃતિક સમરસતા અને સામાજિક પરિવર્તનનું પ્રતિક હશે. વિધવાઓની હોળી સદીઓ જુની પરંપરાઓને તોડવાનું એક સાહસિક પગલું છે. વિધવા હોળી ના રમી શકે તે માન્યતા તોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ છે.

આ કાર્યક્રમનું આયોજન વૃંદાવનના સામાજિક સંગઠનો અને અને ઉત્તરપ્રદેશના પર્યટન વિભાગે સાથે મળીને કર્યુ છે. આ સાથે વિધવાઓની હોળી -૨૦૨૫નું આયોજન વિશ્વ રેકોર્ડ પણ સર્જાશે. હોળીનો તહેવાર માત્ર વિધવાઓની રંગવિહોણી જીંદગીમાં ફરીથી હોળીના રંગો ભરશે. આ સાથે જ વિધવાઓની હોળી એક અનોખો સાંસ્કૃતિક ઉત્સવ બની રહેશે. પરંપરાગત રીતે જોઇએ તો વિધવાઓને સાંસ્કૃતિક સુખોનો ત્યાગ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે આથી આ અનોખી હોળી સદીઓ જુની પરંપરને તોડશે.

- Advertisement -

હોળી માટે શુધ્ધ કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવશે

ભગવાન કૃષ્ણના જીવન સાથે સંકળાયેલું વૃંદાવન એક ક્રાંતિકારી પરિવર્તન તરફ આગળ વધી રહયું છે.વૃંદાવનના વિવિધ આશ્રમોમાં રહેતી વિધવાઓ પોતાના દૂખ અને દર્દને લઇને ચર્ચામાં રહી છે. આમ તો તે ભકિત સંગીત અને ધાર્મિક ગીતોમાં જોડાયેલી રહે છે પરંતુ આ એક એવું પરિવર્તન છે જેની તે પહેલીવાર સાક્ષી બનશે. હોળી જ નહી તેની સાથે પરંપરાગત લોકગાયન,નૃત્ય અને ભકિત સંગીત જેવી પ્રસ્તૃત કરવામાં આવશે. હોળી ઉજવવા માટે શુધ્ધ કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવશે.

- Advertisement -
Share This Article