શું ED મુડા કૌભાંડ કેસની તપાસ કરી શકશે?

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 1 Min Read

એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED મુડા કૌભાંડની તપાસ કરી શકશે? EDના સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સી માત્ર બે જ સ્થિતિમાં કેસની તપાસ કરી શકે છે.

ed 1

- Advertisement -

1. જો કોઈ કિસ્સામાં EDને લાગે કે તે મની લોન્ડરિંગનો કેસ છે. અથવા સંબંધિત મામલામાં પીએમએલએ એક્ટ હેઠળ કેસ નોંધવો જોઈએ. EDને FEMA (1999) અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA) હેઠળ તપાસ કરવાનો આ અધિકાર મળ્યો છે.

2. ED સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કોઈ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવે છે અને ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડી અને ષડયંત્રનો ઉલ્લેખ છે, તો તપાસ એજન્સી કેસ હાથ ધરી શકે છે. ઝારખંડના રાંચી સદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ECIR RNZO/25/23 આ આધારે ED દ્વારા લેવામાં આવી હતી. આ કેસમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -
Share This Article