Ram Navami Muhurat Pooja Time: આજે રામ જન્મોત્સવ એટલે કે રામનવમી છે. ચૈત્ર માસના શુક્લ પક્ષને નવમી તિથિ દિવસે રામ નવમીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે રામનવમીના દિવસે અનેક શુભ સંયોગ બની રહ્યા છે. પંચાંગ પ્રમાણે નવમી તિથિ 5 એપ્રિલના રોજ સાંજે 7:26 વાગ્યાથી શરૂ થઈને 6 એપ્રિલના રોજ સાંજે 7:22 વાગ્યા સુધી રહેશે. ઉદય તિથિ પ્રમાણે 6 એપ્રિલના રોજ રામનવમીનો તહેવાર ઉજવાશે. રામનવમી પર પુષ્ય નક્ષત્ર, રવિ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ ઉપરાંત સુલક્ષ્મી યોગ, માલવ્ય રાજ્યોગ અને બુદ્ધાદિત્ય રાજયોગ પણ બનવા જઈ રહ્યો છે. આ શુભ સંયોગમાં શ્રી રામજીની પૂજા કરવાથી ભક્તોને પુણ્ય ફળની પ્રાપ્તિ થશે.
રામનવમી મહત્વ
પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિના રોજ થયો હતો,જે આજે છે.
રામનવમી પર સવારથી લઈને સાંજ સુધી આ મુહૂર્તમાં કરો પૂજા
બ્રહ્મ મુહૂર્ત: સવારે 4:45 વાગ્યાથી સવારે 5:41 વાગ્યા સુધી
અભિજીત મુહૂર્ત: બપોરે 12:15 વાગ્યાથી બપોરે 1:05 વાગ્યા સુધી
વિજય મુહૂર્ત: 2:30 પીએમથી 3:20 પીએમ સુધી
ગોધૂલિ મુહૂર્ત: 6:41 પીએમથી 07:03 પીએમ
સમયગાળો: 2 કલાક 31 મિનિટ
રામનવમી મધ્યાહ્ન ક્ષણ: 12:24 પીએમ
શુભ યોગ:
રવિ પુષ્ય યોગ: સવારે 6:27 વાગ્યાથી 7 એપ્રિલના રોજ સવારે 6:25 વાગ્યા સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગ: સવારે 6:27 વાગ્યાથી 7 એપ્રિલના રોજ સવારે 6:25 વાગ્યા સુધી
રવિ યોગ: આખો દિવસ
ચોઘડિયા મુહૂર્ત:
1.ચર: સામાન્ય 07:40 થી 09:15
2.લાભ: ઉન્નતિ 09:15 થી 10:49
3. અમૃત: સર્વોત્તમ 10:49 થી 12:24
4. શુભ: ઉત્તમ 18:42 થી 20:07
5. શુભ: ઉત્તમ 18:42 થી 20:07
6. અમૃત: સર્વોત્તમ 20:07 થી 21:32
7. ચર: સામાન્ય 21:32 થી 22:58
8. લાભ: ઉન્નતિ 01:48 થી 03:14, એપ્રિલ 07 કાલ રાત્રિ
9. શુભ: ઉત્તમ 04:39 થી 06:04, એપ્રિલ 07
પૂજા-વિધિ
1. સ્નાન કરી મંદિરની સાફ-સફાઈ કરવી
2. ભગવાન શ્રી રામને જળ અભિષેક કરવો
3. પ્રભુનો પંચામૃત સહિત ગંગાજળથી અભિષેક કરવો
4. હવે પ્રભુને પીળું ચંદન, વસ્ત્ર, ફળ અને પીળા ફૂલ અર્પણ કરવા
5. મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો
6. શ્રીરામ સ્તુતિનો પાઠ અને મંત્ર જાપ કરવો
7. પૂરી શ્રદ્ધાથી ભગવાન રામની આરતી કરવી
8. શ્રદ્ધા પ્રમાણે ભગવાન રામને તુલસી દળ સહિત ભોગ લગાવવો
9. છેલ્લે ક્ષમા પ્રાર્થના કરવી
ભોગ: બેરી, કેસર, ખીર, પંજીરી, પંચામૃત, મીઠાઈ, ફળ, ડ્રાય ફ્રૂટ્સ, કિશમિશ વગેરે.
રામનવમી ઉપાય: મનોકામના પૂર્ણ કરવા માટે શ્રીરામ ચાલીસા અને બાળકાંડનો પાઠ કરવો. ઈચ્છા પ્રમાણે ગરીબોને દાન કરવું.
રામજીના મંત્ર:
– શ્રી રામચન્દ્રાય નમ:
– ॐ આપદામપ હર્તારમ દાતારં સર્વ સમ્પદામ, લોકાભિરામં શ્રી રામં ભૂયો ભૂયો નામામ્યહમ। શ્રી રામાય રામભદ્રાય રામચન્દ્રાય વેધસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમ:।।
– ॐ રામ ॐ રામ ॐ રામ હ્રીં રામ હ્રીં રામ હ્રીં રામ શ્રીં રામ શ્રીં રામ- ક્લીં રામ ક્લીં રામ। ફટ્ રામ ફટ્ રામાય નમ:
– નામ પાહરુ દિવસ નિસિ ધ્યાન તુમ્હાર કપાટ। લોચન નિજપદ જંત્રિત જાહિ પ્રાણ કેહિ બાટ ।।