PM Vishwakarma Scheme : “મોદી સરકારની નવી યોજના: કારીગરોને સહાય, સરળ રીતે કરો અરજી અને મેળવો લાભ!”

Arati Parmar
By Arati Parmar 3 Min Read

ગાંધીનગર, શનિવાર
PM Vishwakarma Scheme : PM વિશ્વકર્મા યોજના 2025 ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજના પરંપરાગત કારીગરો અને શિલ્પકારોના કૌશલ્યને વધારવા અને તેમને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવા માટે બનાવવામાં આવી છે. આ યોજનામાં કારીગરોને તાલીમ, સાધનો, લોન અને બજારની સુવિધા પ્રદાન કરવામાં આવશે જેથી તેઓ પોતાના ઉત્પાદનોને વધુ સારી રીતે તૈયાર કરી શકે અને વેચી શકે.

યોજનાનો હેતુ
આ યોજના પરંપરાગત કારીગરો અને શિલ્પકારોના કૌશલ્ય વિકાસ માટે તેમજ તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે બનાવવામાં આવી છે.

- Advertisement -

મુખ્ય ફાયદા
• કૌશલ્ય વિકાસ માટે તાલીમ
• સાધનો અને ઉપકરણ માટે સહાય
. વ્યવસાય માટે લોનની સુવિધા
• ઉત્પાદનો વેચવા માટે બજારની સુવિધા

કોણ અરજી કરી શકે છે?
પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ સમગ્ર દેશના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોના કારીગરો તથા કળાકારોને મળશે.

- Advertisement -

નીચે મુજબના 18 પરંપરાગત વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોને શરૂઆતમાં તેનો લાભ મળશે. એવા વ્યવસાયીઓમાં સુથાર, સુવર્ણકાર, કુંભાર, શિલ્પકાર, મોચી, કડિયા, કાથીનું કામ કરતા વણકરો, વાંસના કળાકારો, સાદડી-સાવરણીના ઉત્પાદકો, પરંપરાગત રમકડાના ઉત્પાદકો, વાળંદ, ધોબી, માળી, દરજી, માછીમારીની જાળના નિર્માતાઓ, હોડી નિર્માતાઓ, શસ્ત્રાસ્ત્ર ઉત્પાદકો, લુહાર, તાળાં બનાવતા લોકો અને હથોડી તથા ટૂલકીટના નિર્માતાઓનો સમાવેશ થાય છે.
લોન 5 ટકા વાર્ષિક વ્યાજ પર ઉપલબ્ધ
પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સૌથી મોટો ફાયદો એ થશે કે જો કોઈ કુશળ વ્યક્તિ પોતાનો વ્યવસાય કરવા માંગે છે અને નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તો તે તેના હેઠળ લોન માટે અરજી કરી શકે છે. આમાં પાત્ર અરજદારને 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે અને તેના વિસ્તરણ માટે બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે. આ લોન વાર્ષિક માત્ર 5 ટકા વ્યાજ પર આપવામાં આવે છે.

PM વિશ્વકર્મા એપ્લિકેશન એપની વિશેષતાઓ
ભારત સરકાર દ્વારા આ યોજનાને સરળ બનાવવા માટે PM વિશ્વકર્મા એપ્લિકેશન એપ લોન્ચ કરવામાં આવી છે.

- Advertisement -

• ઓનલાઈન અરજી: ઘેર બેસીને સરળતાથી અરજી કરી શકાય છે.
• અરજીની સ્થિતિની માહિતી: એપ દ્વારા તરત જ માહિતી પ્રાપ્ત થાય છે.
• મદદ માટે ઓપ્શન: કોઈ સમસ્યા આવે તો એપમાં જ હેલ્પ ઓપ્શન ઉપલબ્ધ છે.

PM વિશ્વકર્મા એપ ડાઉનલોડ કેવી રીતે કરવી?
1. તમારા મોબાઇલમાં Google Play Store ખોલો.
2. PM Vishwakarma Yojana APP ટાઇપ કરો અને સર્ચ કરો.
3. સત્તાવાર એપ ઇન્સ્ટોલ કરો.
4. એપ ખોલી અરજી પ્રક્રિયા શરૂ કરો.

એપ દ્વારા નોંધણી કરવાની રીત
1. એપ ખોલી Registration પર ક્લિક કરો.
2. તમારું મોબાઇલ નંબર દાખલ કરો અને OTP દાખલ કરો.
3. તમારું નામ અને અન્ય માહિતી ભરશો.
4. પાસવર્ડ બનાવો અને નોંધણી પૂર્ણ કરો.

એપ દ્વારા અરજી કેવી રીતે કરવી?
1. PM વિશ્વકર્મા એપમાં લૉગિન કરો.
2. Apply Now પર ક્લિક કરો.
3. તમારી વ્યવસાય અને શિલ્પ સંબંધિત વિગતો ભરો.
4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, અને બેંક પાસબુક.
5. અરજી સબમિટ કરો અને મળેલા નંબરને સુરક્ષિત રાખો.

Share This Article