“Vikram Sarabhai Incentive Scheme 2025: ગ્રામ્ય વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ યોજનાની સંપૂર્ણ માહિતી”

Arati Parmar
By Arati Parmar 2 Min Read

નવી દિલ્હી, સોમવાર
Vikram Sarabhai Incentive Scheme 2025 : ભારતના અવકાશ સંશોધનના પિતા વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત Vikram Sarabhai Foundation નાં મહત્વપૂર્ણ પ્રયાસો તળે, શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે વિકાસ માટે શિષ્યવૃત્તિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. Vikram Sarabhai Scholarship 2024-25 નબળા આર્થિક પરિસ્થિતિ ધરાવતા ગ્રામ્ય વિસ્તરના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં સહાય પૂરી પાડે છે.

આ યોજનાની ખાસિયતો:
આ યોજના હેઠળ ધોરણ-8માં અભ્યાસ કરતા અને પરિવારની વાર્ષિક આવક ₹ 1,50,000/-થી ઓછી ધરાવતા વિદ્યાર્થી ફોર્મ ભરવા લાયક છે.
ચાર વર્ષ માટે ₹ 1,00,000/- સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
દર વર્ષે કુલ 10 વિદ્યાર્થીઓ પસંદ થાય છે, જેમાં 50% કન્યા વિદ્યાર્થી હોય છે.

- Advertisement -

 શિષ્યવૃત્તિ રકમ વિતરણ

ધોરણશિષ્યવૃત્તિ રકમ
ધોરણ-9₹ 20,000/-
ધોરણ-10₹ 20,000/-
ધોરણ-11₹ 30,000/-
ધોરણ-12₹ 30,000/-
કુલ₹ 1,00,000/-

યોગ્યતા માપદંડ:
અરજદાર ધોરણ-8માં અભ્યાસ કરી રહ્યો હોવો જોઈએ.
પરિવારની વાર્ષિક આવક ₹ 1,50,000/-થી ઓછી હોવી જોઈએ.
પ્રથમ પસંદગીમાં વિદ્યાર્થીઓની ધોરણ-7ની ટકાવારી, કુટુંબની આવક અને લેવાનાર પરીક્ષાના ગુણો આધારે પસંદગી થાય છે.

- Advertisement -

અરજી પ્રક્રિયા:
વિદ્યાર્થીઓએ ઑનલાઈન અરજી માટે Physical Research Laboratory (PRL) ની વેબસાઇટ પર જવું પડશે.

ફોર્મ ભરવાની પ્રક્રિયા:
PRL ની ઑફિશિયલ વેબસાઇટ પર વિદ્યાર્થી રજીસ્ટ્રેશન માટે વિગત ભરવી.
જરૂરી માહિતી અને દસ્તાવેજો અપલોડ કરવા.
આ ફરજિયાત દસ્તાવેજો લાગશે:
આવકનો દાખલો
ફોટો
ધોરણ-7ની માર્કશીટ
શાળાના આચાર્યનું પ્રમાણપત્ર

- Advertisement -

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:
તા. 03 જાન્યુઆરી, 2025 (સાંજે 5:00 વાગ્યા સુધી).
પરીક્ષા વિગતો:
પરીક્ષાની તારીખ: 19 જાન્યુઆરી, 2025
પ્રશ્નપત્ર પ્રકાર: MCQ
ભાષા: ગુજરાતી, હિન્દી, અંગ્રેજી
અવધિ: 1 કલાક

વિશ્વસનીય સહાય:
આ યોજના ગ્રામ્ય વિસ્તરના ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ છે, જે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે શ્રેષ્ઠ તક પૂરી પાડે છે.
Vikram Sarabhai Scholarship મકસદ માત્ર નબળા વર્ગ માટે આર્થિક સહાય પૂરી પાડવાનું નથી, પરંતુ ભારતના વિજ્ઞાનક્ષેત્રે નવા પ્રતિભાશાળી શ્રેષ્ઠ ઓળખવા પણ છે.

વધુ માહિતી માટે મુલાકાત લો:
PRL ઓફિશિયલ વેબસાઇટ

Share This Article