Abhishek Sharma: પંજાબ કિંગ્સ (PBKS) સામેની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ 141 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ધમાકેદાર ઈનિંગ બાદ અભિષેક શર્માએ પોતાના મેન્ટોર યુવરાજ સિંહ અને T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવનો આભાર માન્યો. આ મેચ પહેલા રન બનાવવા માટે સંઘર્ષ કરી રહેલા અભિષેકે પંજાબ સામે 14 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. અભિષેકની આ ઈનિંગને કારણે હૈદરાબાદ IPLના ઈતિહાસમાં બીજા ક્રમનો સૌથી વધુ રન-ચેઝ કરવામાં સફળ રહ્યું.
પોતાના ખરાબ ફોર્મ અંગે અભિષેક શર્માએ કહી મોટી વાત
અભિષેક શર્માએ મેચ પછી કહ્યું કે, કોઈપણ ખેલાડી માટે તે ફોર્મમાંથી પસાર થવું સરળ નથી. હું ટીમ અને કેપ્ટનનો ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું, બેટ્સમેનો માટે ખૂબ જ સરળ મેસેજ હતો. જોકે, તેની તબિયત સારી નહોતી. મેં ટ્રેવિસ સાથે વાત કરી અને તે અમારા બંને માટે સ્પેશિયલ દિવસ હતો. તે વિકેટ પાછળ વધારે શોટ્સ નહોતો રમતો, તેણે આ મેચમાં થોડા શોટ અજમાવ્યા કારણ કે, તે આ વિકેટના આકાર અને ઉછાળની મદદથી કેટલાક રન બનાવવા માગતો હતો.
સદી બાદ અભિષેકે સૂર્યાકુમારનો કર્યો ઉલ્લેખ
તેણે આગળ કહ્યું કે, ‘આખી ટીમ મારા માતા-પિતાની રાહ જોઈ રહી છે. તેઓ ટીમ અને ઓરેન્જ આર્મી માટે ખૂબ જ ભાગ્યશાળી છે.’ તેણે આ અંગે બિલકુલ વાત ન કરી, તે ફક્ત એક્સપ્રેસ કરવા માગતો હતો અને નેચરલ ગેમ રમવા માગતો હતો. ‘આ ખૂબ જ ખાસ છે અને હું વિચારી રહ્યો હતો અને હારના સિલસિલાને તોડવા માગતો હતો. એક ખેલાડી અને યુવાન તરીકે તે ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ ટીમનો મૂડ ખૂબ જ સારો હતો.’ યુવી પાજીનો ખાસ ઉલ્લેખ, તેઓ મારી સાથે સતત વાત કરી રહ્યા છે અને તેમણે સૂર્યકુમાર યાદવનો પણ આભાર માન્યો. તેણે કહ્યું કે ‘તેઓ મારા સંપર્કમાં છે અને સૂર્યા હંમેશા મારી સાથે રહ્યા છે.’
અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે સનરાઈઝર્સ હૈદરાબાદને શાનદાર શરૂઆત અપાવી
મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 245 રન બનાવ્યા હતા. 246 રનના આ ટાર્ગેટ ચેઝ કરવા માટે અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે સનરાઈઝર્સ હૈદરાબાદને શાનદાર શરૂઆત અપાવી. અભિષેક અને હેડ વચ્ચે પહેલી વિકેટ માટે 12.2 ઓવરમાં 171 રનની પાર્ટનરશિપ થઈ. હેડે 37 બોલમાં 66 રન બનાવ્યા. હેનરિક ક્લાસેન 21 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે ઈશાન કિશન 9 રન બનાવીને અણનમ રહ્યો હતો.