Ajinkya Rahane PBKS vs KKR: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે 15 એપ્રિલના રોજ રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં ગજબનો રોમાંચ જોવા મળ્યો હતો. જ્યાં KKRની જીતી ગયેલી મેચ હારી ગઈ હતી. KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ પોતાની ટીમની ચોંકાવનારી હાર માટે ખુદને જવાબદાર ઠેરવ્યો. એક સમયે કોલકાતાનો સ્કોર બે વિકેટે 62 રન હતો, પરંતુ બાદમાં તે 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
હું ખરાબ શૉટ રમ્યો
રહાણેએ કહ્યું કે, ‘કંઈપણ સમજાવવાની જરૂર નથી, મેદાન પર જે કંઈ થયું તે આપણે બધાએ જોયું. ટીમના પ્રયાસોથી હું ખૂબ જ નિરાશ છું, હું દોષ સ્વીકારું છું, હું ખરાબ શૉટ રમ્યો, જોકે તે (બોલ) નિસ થઈ ગયો હતો.’ એકંદરે KKR કેપ્ટનના આ નિવેદન ખૂબ ચર્ચામાં છે. કારણ કે ભાગ્યે જ એવું બને છે કે કોઈ કેપ્ટન હાર માટે પોતાને જવાબદાર ઠેરવે છે.