BCCI announces annual player retainer ship 2024-25: BCCI કોન્ટ્રાક્ટ જાહેર, A+ ગ્રેડમાં રોહિત-કોહલી, બે ગુજરાતી ખેલાડીઓનો સમાવેશ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

BCCI announces annual player retainer ship 2024-25:  BCCI એ ક્રિકેટ પ્લેયર્સના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, બુમરાહ અને જાડેજાને તેમાં A પ્લસ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાના કુલ 34 ખેલાડીઓને  A+, A, B, C ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જેમાં  A+ ગ્રેડ કેટેગરીના ખેલાડીઓને દરવર્ષે રૂ. 7 કરોડ મળે છે.

બીસીસીઆઈએ A કેટેગરીમાં શુભમન ગિલ, સિરાજને સ્થાન આપ્યું છે. તેમજ ઋષભ પંત, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા પણ ગ્રેડ Aમાં સામેલ છે. BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કુલ 24 ખેલાડીઓને સ્થાન આપ્યું છે. જેમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની વાપસી થઈ છે. આ બંને ખેલાડીઓને અગાઉ સજાના ભાગરૂપે કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યા હતાં.

- Advertisement -

BCCI announces annual player retainer ship 2024-25

Share This Article