BCCI Central Contract 2025: BCCI કોન્ટ્રાક્ટના A+ ગ્રેડમાં રહેશે રોહિત અને વિરાટ, જાણો અન્ય ખેલાડીઓની કેટેગરી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

BCCI Central Contract 2025: ભારતીય ટીમને પોતાની કેપ્ટનશિપમાં ટી20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનાર રોહિત શર્મા બીસીસીઆઈની 2024-25 કોન્ટ્રાક્ટ લિસ્ટમાં A+ ગ્રેડમાં જ રહેશે. રિપોર્ટ અનુસાર બીસીસીઆઈ સૂત્રોના હવાલાથી જણાવાઈ રહ્યું છે કે વિરાટ કોહલી પણ પોતાનો કરાર અકબંધ રાખશે, તે પણ A+ ગ્રેડમાં જ રહેશે. જ્યારે શ્રેયસ અય્યર લિસ્ટમાં પાછા આવશે.

રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ આ ફોર્મેટથી સંન્યાસ લઈ લીધો હતો. વિરાટ કોહલીએ પણ ટી20થી આ ફાઈનલ મેચ બાદ સંન્યાસ લીધો હતો. બીસીસીઆઈ સૂત્રો અનુસાર ટી20થી રિટાયરમેન્ટ લીધા બાદ પણ બંનેએ A પ્લસ ગ્રેડમાં રાખવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. બોર્ડ માને છે કે બંને દિગ્ગજ ક્રિકેટર્સે ટીમની સફળતામાં મહત્ત્વપૂર્ણ રોલ નિભાવ્યો છે અને તેમને તે સન્માન મળવું જોઈએ, જેના તે હકદાર છે.

- Advertisement -

ફેબ્રુઆરી 2024માં બીસીસીઆઈએ વિરાટ, રોહિતની સાથે જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને ગ્રેડ A+ માં સામેલ કરવામાં આવ્યા હતા. ગ્રેડ A માં કુલ 6 પ્લેયર્સ સામેલ કરવામાં આવ્યા હતા. જોકે આમાં શ્રેયસ અય્યરનું નામ નહોતું.

શ્રેયસ અય્યરની થશે વાપસી

શ્રેયસ અય્યરને ગયા વર્ષે અમુક ડોમેસ્ટિક મેચ ન રમવાના કારણે બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટથી બહાર કરી દેવાયો હતો. અય્યરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું, તેમણે 5 ઈનિંગમાં 243 રન બનાવ્યા હતા. તે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં વાપસી માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર ઈશાન કિશનને આ વખતે પણ લિસ્ટથી બહાર રાખી શકાય છે. તેને પણ ગયા વર્ષે અય્યરની સાથે બહાર કરવામાં આવ્યો હતો. ઈશાને 2023 બાદથી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.

ગયા વર્ષે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ પ્લેયર્સ (2023-24)

ગ્રેડ એ+

રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

ગ્રેડ એ

આર અશ્વિન, મો.શમી, મો. સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.

ગ્રેડ બી

સૂર્ય કુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ.

ગ્રેડ સી

રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જિતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસિદ્ધ કૃષ્ણા, અવેશ ખાન અને રજત પાટીદાર.

Share This Article