Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ચારેય સેમિફાઇનલિસ્ટ ટીમો મળી ગઈ છે. ન્યૂઝીલેન્ડ, ભારત, ઑસ્ટ્રેલિયા બાદ હવે સાઉથ આફ્રિકાની ટીમ પણ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી સાથે જ અફઘાનિસ્તાનનું સપનું રોળાયું છે. જો આજની મેચમાં ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાની ટીમને 200 રનથી મ્હાત આપી હોત તો અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચ્યું હોત. જોકે આજની મેચમાં ઈંગ્લેન્ડની ટીમ પોતે જ 179 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.
સેમિફાઇનલમાં કઈ ટીમ કોની સામે ટકરાશે?
સેમિફાઇનલ મેચમાં કઈ ટીમ કોની સામે ટક્કર લેશે તે હજુ સુધી નક્કી નથી. આવતીકાલે (બીજી માર્ચ) ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ બાદ નક્કી થશે કે સેમિફાઇનલમાં કઈ કઈ ટીમો વચ્ચે મેચ રમાશે. ગ્રુપ-Aમાંથી ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ સેમિફાઇનલમાં પહોંચી છે. જ્યારે ગ્રુપ-બીમાંથી સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં હવે કેટલી મેચ રમાશે?
2 માર્ચ: ન્યૂઝીલેન્ડ VS ભારત, દુબઈ
4 માર્ચ : સેમિફાઇનલ-1, દુબઈ
5 માર્ચ : સેમિફાઇનલ-2, લાહોર
9 માર્ચ : ફાઇનલ, લાહોર ( જો ભારતની ટીમ ફાઇનલમાં પહોંચશે તો મેચ દુબઈમાં રમાશે )
10 માર્ચ : રિઝર્વ ડે