Dhanashree-Chahal Divorce Reason: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના સંબંધોમાં તણાવ? છૂટાછેડાની વાસ્તવિકતા બહાર આવી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Dhanashree-Chahal Divorce Reason: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના લગ્ન જીવનનો અંત આવ્યો છે. બંને પોતાની લાઈફમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વચ્ચે હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, આખરે આ કપલ અલગ કેમ થઈ ગયું? ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના છૂટાછેડા ખૂબ ચર્ચામાં રહ્યા છે. ધનશ્રીને સોશિયલ મીડિયા પર યૂઝર્સ ટોણા પણ મારી રહ્યા છે. આ વચ્ચે હવે બંનેના છૂટાછેડાના કારણનો ખુલાસો થયો છે. અહેવાલ પ્રમાણે આ કપલ વચ્ચે કયા શહેરમાં રહેવું જોઈએ તે અંગે ઉગ્ર મતભેદ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સ્થાયી થવા માટે બંનેની પસંદ અલગ-અલગ શહેરો હતા.

હરિયાણા-મુંબઈને લઈને થયેલો ઝઘડો જ બંને વચ્ચેના અંતરનું મુખ્ય કારણ

ડિસેમ્બર 2020માં લગ્ન બાદ ધનશ્રી અને ચહલ ક્રિકેટરના માતા-પિતા સાથે રહેવા માટે હરિયાણા શિફ્ટ થઈ ગયા હતા. જોકે, થોડા દિવસો પછી ધનશ્રીએ મુંબઈ શિફ્ટ થવાની ઈચ્છા વ્યક્ત કરી. ધનશ્રીની આ વાત ચહલને પસંદ ન આવી. ચહલ અને ધનશ્રી માત્ર કામ માટે જ મુંબઈ જતા હતા. ક્રિકેટરે શરૂઆતથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે હું પોતાના માતા-પિતા અને વિસ્તારને નહીં છોડીશ. અહેવાલો પ્રમાણે હરિયાણા-મુંબઈને લઈને થયેલો ઝઘડો જ બંને વચ્ચેના અંતરનું એક મુખ્ય કારણ હતું. જોકે, ધનશ્રી અને ચહલ બંનેએ હજુ સુધી તેમના છૂટાછેડાનું સાચું કારણ નથી જણાવ્યું. 20 માર્ચે ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલના છૂટાછેડા થયા હતા. ક્રિકેટરે ધનશ્રીને એલિમની તરીકે 4.75 કરોડ રૂપિયા આપ્યા છે. છૂટાછેડા અને એલિમનીને લઈને ધનશ્રી સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરી રહી છે.

ચહલને ફરી પ્રેમ મળી ગયો

બીજી તરફ ચહલને પોતાની લાઈફમાં બીજી વખત પ્રેમ મળી ગયો છે. તે RJ મહવશ સાથે ઘણી વખત સમય વિતાવતો દેખાયો છે. બંનેની જોડીને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Share This Article