Hardik Pandya take Full Ownership of Defeat: 5 વિકેટો લીધા, તાબડતોબ 28 રન ફટકાર્યા છતાં પણ હાર! MIની હાર બાદ હાર્દિક પંડ્યા બન્યો ભાવુક

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Hardik Pandya take Full Ownership of Defeat: મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની હારની સંપૂર્ણ જવાબદારી લીધી છે. હાર્દિક પંડ્યાએ સ્વીકાર્યું છે કે મુંબઈની ટીમ બેટિંગ યુનિટ તરીકે હારી ગઈ હતી, પરંતુ તે અંત સુધી ક્રિઝ પર હતો. આ કારણે તેણે હાર માટે પોતાને પણ જવાબદાર ગણાવ્યા છે. આ સિઝનમાં મુંબઈની ટીમની આ ત્રીજી હાર છે. મુંબઈએ ઘરઆંગણે માત્ર એક જ મેચ જીતી છે અને ત્રણ મેચ ઘરથી દૂર હારી છે.

 મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 12 રનથી મેચ હારી ગઈ

- Advertisement -

મુંબઈને છેલ્લી 2 ઓવરમાં જીતવા માટે 29 રનની જરૂર હતી, પરંતુ 19મી ઓવરમાં માત્ર 7 રન જ બન્યા હતા. આ સમયગાળા દરમિયાન તિલક વર્માએ પણ નિવૃત્ત થઈને પરત ફરવું પડ્યું હતું. હાર્દિક પંડ્યાએ 20મી ઓવરની શરૂઆત સિક્સર વડે કરી હતી અને આગલા બોલ પર 2 રન લીધા હતા, પરંતુ પછીના ચાર બોલમાં માત્ર 1 રન જ થયો હતો અને ટીમ 12 રનથી મેચ હારી ગઈ હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાએ પણ પાંચ વિકેટ ઝડપી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો.

હું વિકેટ સમજવાનો પ્રયાસ કરું છું: હાર્દિક પંડ્યા

- Advertisement -

પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન સેરેમનીમાં હાર્દિક પંડ્યાએ નિરાશા સાથે કહ્યું હતું કે, ‘જો આપણે પ્રમાણિક હોઈએ તો, જ્યારે તમે હારો છો ત્યારે તે નિરાશાજનક રહે છે. અમે તે વિકેટ પર 10-15 રન આપ્યા હતા. મેં હંમેશા મારી બોલિંગનો આનંદ માણ્યો છે. મને નથી લાગતું કે મારી પાસે ઘણા બધા વિકલ્પો છે. હું વિકેટ સમજવાનો પ્રયાસ કરું છું અને કેટલાક સ્માર્ટ વિકલ્પ પસંદ કરું છું. હું વિકેટ લેવાનો પ્રયત્ન નથી કરતો પણ હું ડોટ બોલ ફેંકવાનો પ્રયાસ કરું છું અને બેટર તે પોતાના જોખમે રમે તેવો પ્રયાસ કરું છું.’

 હાર્દિક પંડ્યાએ લીધી હારની સંપૂર્ણ જવાબદારી

- Advertisement -

હાર્દિક પંડ્યાએ આ મેચના હારના કારણો સમજાવ્યા અને હારની જવાબદારી પણ લીધી અને કહ્યું કે, ‘મને લાગે છે કે બેટિંગ યુનિટ તરીકે અમે પાછળ રહી ગયા. અમે એક ટીમ તરીકે જીતીએ છીએ. અમે એક ટીમ તરીકે હારીએ છીએ. હું કોઈને દોષ આપવા માંગતો નથી. સમગ્ર બેટિંગ યુનિટે જવાબદારી લેવી પડશે. હું હારની સંપૂર્ણ જવાબદારી લઉં છું.’

કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમને આગળ સૂચના આપતા કહ્યું, ‘બોલિંગમાં સ્માર્ટ બનો. બેટિંગમાં તકો ઝડપો. થોડી આક્રમકતા સાથે સિમ્પલ ક્રિકેટ રમો. કારણ કે તે લાંબી ટુર્નામેન્ટ છે, થોડીક જીત અને અમે લયમાં આવી શકીએ છીએ.’

Share This Article