IND vs NZ: જો ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં વરસાદ થયો તો કોને મળશે જીત? જાણો ICCના નિયમો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ રવિવારે દુબઈમાં રમાશે. ભારતે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી દીધુ હતું. જ્યારે ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. જો ફાઈનલમાં વરસાદનું વિધ્ન પડશે મેચની મજા બગડી જશે. પરંતુ ICCએ વરસાદથી પ્રભાવિત થનાર ફાઈનલ મેચ અંગે પહેલાથી જ નિયમો બનાવી દીધા છે.

જો ફાઈનલ મેચ દરમિયાન વરસાદ પડે તો ઓવરોની સંખ્યા ઘટાડીને મેચ રમાડવામાં આવી શકે છે. ICC ના નિયમો પ્રમાણે ફાઈનલ મેચમાં ઓછામાં ઓછી 20 ઓવર રમવી જરૂરી છે. દરેક ટીમને 20-20 ઓવર આપવામાં આવશે. વરસાદથી પ્રભાવિત ફાઈનલમાં ઓવરની સંખ્યામાં ઘટાડો નિર્ધારિત સમય પછી શરૂ થાય છે. જો વરસાદને કારણે આ મેચ રવિવાર 9 માર્ચે ન રમી ન તો તે રિઝર્વ ડે પર રમાશે. ફાઈનલ માટે 10 માર્ચ રિઝર્વ ડે છે.

- Advertisement -

કઈ સ્થિતિમાં સુપર ઓવર કરાવી શકાય

જો ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ ડ્રો અથવા ટાઈ થાય તો વિનરનો નિર્ણય સુપર ઓવર દ્વારા કરવામાં આવશે. સુપર ઓવરના નિયમો પ્રમાણે બંને ટીમોને એક-એક ઓવર રમવાની તક મળે છે.

- Advertisement -

ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને ગ્રુપ મેચમાં હરાવ્યું હતું

ભારતે પોતાની તમામ ગ્રુપ મેચ જીતી હતી. તેણે પહેલા બાંગ્લાદેશ અને પછી પાકિસ્તાનને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ મેચમાં ન્યૂઝીલેન્ડને પણ હરાવ્યું હતું. ભારતે ન્યૂઝીલેન્ડને જીત માટે 250 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 205 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરી હતી. તેણે 5 વિકેટ ખેરવી હતી. હવે બંને ટીમો ફરી એકવાર ફાઈનલમાં ટકરાશે.

- Advertisement -
Share This Article