IPL 2025: IPLમાં તમાકુ-દારૂની જાહેરાતો પર પ્રતિબંધની માંગ!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

IPL 2025: IPLની 18 સીઝન 22 માર્ચના રોજ શરુ થઈ રહી છે. આ પહેલા આઇપીએલમાં આવતી જાહેરાતોને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે એક પત્ર લખ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ને 22 માર્ચના રોજ શરુ થનારી ટુર્નામેન્ટમાં ‘સરોગેટ’  જાહેરાતો સહિત દરેક પ્રકારની તમાકુ અને દારુના પ્રચાર પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ કર્યો છે. સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશક અતુલ ગોયલે આઇપીએલ અધ્યક્ષ અરુણ ધૂમલને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું કે, ક્રિકેટના ખેલાડીઓ ભારતના યુવાનો માટે રોલ મોડલ છે. તેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ પ્રકારની તમાકુ અથવા દારુની જાહેરાત સાથે જોડાવું જોઈએ નહીં.

‘નિયમોનું કડક રીતે પાલન કરવામાં આવે’

- Advertisement -

સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશક અતુલ ગોયલે પત્રમાં લખ્યું છે કે, આઇપીએલમાં સરોગેટ જાહેરાતો સહિત તમાકુ અને દારુ સંબંધિત દરેક પ્રકારની જાહેરાતો પર પ્રતિબંધ લાગુ કરવાના નિયમનો કડક અમલ થવો જોઈએ. આવી જાહેરાતો સ્ટેડિયમની અંદર અને રાષ્ટ્રીય ટેલિવિઝન પર પ્રસારણ દરમિયાન પણ ન બતાવવામાં આવે. સ્પર્ધા દરમિયાન અને રમતગમત સુવિધામાં તમાકુ અને દારુનું વેચાણ પણ ન થવું જોઈએ.  આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું કે, ‘એવા ખેલાડીઓ (કોમેન્ટેટર્સ સહિત) ને નિરાશ કરો જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દારૂ અથવા તમાકુ સંબંધિત ઉત્પાદનોનું સમર્થન કરે છે.’

‘IPL દેશનું સૌથી મોટું સ્પોર્ટ્સ પ્લેટફોર્મ’

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, IPL દરમિયાન મોટાભાગના ભારતીય ક્રિકેટ પ્રેમીઓ ટેલિવિઝન પર તેનો આનંદ માણે છે. ત્યારે  આ ટુર્નામેન્ટ જાહેરાતકર્તાઓની પસંદગી બની જાય છે. અતુલ ગોયલે કહ્યું કે, ‘જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવું ક્રિકેટરોની નૈતિક જવાબદારી છે. સ્વસ્થ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં ક્રિકેટરો યુવાનો માટે રોલ મોડેલ છે, અને IPL દેશનું સૌથી મોટું રમતગમત પ્લેટફોર્મ છે. જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવું અને સરકારની સ્વાસ્થ્ય પહેલને ટેકો આપવો એ એક સામાજિક અને નૈતિક જવાબદારી છે.’

TAGGED:
Share This Article