IPL 2025 CSK Vs KKR: કોલકાતાએ 8 વિકેટથી જીતી મેચ, ચેન્નાઈની સતત પાંચમી હાર, સુનીલ નરેનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

Arati Parmar
By Arati Parmar 4 Min Read

IPL 2025 CSK Vs KKR: ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2025ની 25મી મેચમાં શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવ્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ વાળી CSK ટીમની કારમી હાર થઈ. ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર માત્ર 103 રન જ બનાવ્યા હતા. આ સરળ ટાર્ગેટનો પીછો કરતા કોલકાતાએ માત્ર 10.1 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 107 રન બનાવીને જીત મેળવી લીધી હતી. ચેન્નાઈની આ સતત પાંચમી હાર છે. કોલકાતાના સુનીલ નરેને 3 વિકેટ ઝડપી હતી. ટાર્ગેટનો પીછો કરતા નરેને 18 બોલમાં 44 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

આઈપીએલના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે જ્યારે ચેન્નાઈ ચેપોકમાં સતત ત્રીજી મેચ હાર્યું છે. ડિફેન્ડ કરતા આ ચેન્નાઈની સૌથી મોટી હાર (સૌથી વધુ બોલ બાકી રહેતા) પણ છે.

104 રનોના નાના ટાર્ગેટનો પીછો કરતા ક્વિન્ટન ડિકોક અને સુનીલ નરેને પહેલી વિકેટ માટે 4 ઓવરમાં 46 રન બનાવ્યા. ડિકોક 16 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો. તેમણે 3 છગ્ગા લગાવ્યા. બીજી વિકેટ સુનીલ નરેનની 8મી ઓવરમાં ઝડપી પરંતુ આ પહેલા તેઓ પોતાનું કામ કરી ચૂક્યા હતા, તેમણે 18 બોલમાં 44 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં નરેને 5 છગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા.

કોલકાતાની ઈનિંગમાં કુલ 10 છગ્ગા લાગ્યા, આટલા તો ચેન્નાઈની ઇનિંગમાં ચોગ્ગા પણ નહોતા લાગ્યા. ચેન્નાઈ સુપર કિંગ્સની સંપૂર્ણ ઇનિંગમાં માત્ર 8 ચોગ્ગા લાગ્યા હતા. કોલકાતાએ 59 બોલ પાકી રહેતા જ જીત મેળવી લીધી હતી. આ જીત સાથે કોલકાતા પોઈન્ટ ટેબલમાં છઠ્ઠાથી ત્રીજા નંબરે આવી ગઈ છે.

ચેન્નાઈએ બનાવ્યો હતો ચેપોકમાં સૌથી નાનો સ્કોર

પહેલા બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ 103 રન જ બનાવી શકી હતી. ટીમના ધુરંધર બેટ્સમેન ફ્લોપ સાબિત થયા. આ ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈનો સૌથી નાનો આઈપીએલ સ્કોર હતો. ડેવ્હન કોનવે (12), રચિન રવિન્દ્ર (4) સહિત ચેન્નાઈની 5 વિકેટ 70 રન પર પડી હતી.

ત્યારબાદ પણ ચેન્નાઈની કોઈ જોડી મોટી ભાગીદારી ન કરી શકી. ધોની 4 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો. ટીમમાં 9મી વિકેટ નૂર અહમદ તરીકે 79 રન પર આઉટ થયો હતો, ત્યારે લાગ્યું હતું કે ટીમ 100નો આંકડો પાર નહીં કરી શકે, પરંતુ શિવમ દુબેએ 31 રનની ઇનિંગ રમીને ટીમનો સ્કોર 103 ર સુધી પહોંચાડ્યો.

સુનીલ નરેન બન્યા મેચના સર્વશ્રેષ્ઠ પ્લેયર

44 રનની શાનદાર ઈનિંગ રમતા પહેલા સુનીલ નરેને 3 મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી, તેમણે જ ધોનીને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. નરેન મેચનો સર્વશ્રેષ્ઠ પ્લેયર બન્યો હતો. આ સિવાય હર્ષિત રાણા અને વરૂણ ચક્રવર્તીએ 2-2 વિકેટ ઝડપી અને 1 વિકેટ વૈભવ અરોરાના નામે રહી.

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ 11: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સુનીલ નરેન, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ 11: રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, શિવમ દુબે, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ

Share This Article