IPL 2025 DC vs MI: દિલ્હી સામે મળેલી રોમાંચક જીત બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમની ફિલ્ડિંગની પ્રશંસા કરી. આ સાથે જ તેણે ત્રણ વર્ષ પછી વાપસી કરી રહેલા કરુણ નાયર અંગે કહ્યું કે, તે અમારા માટે આઉટ ઓફ સિલેબસ આવી ગયો હતો. કરુણ નાયર જે રીતે બેટિંગ કરી રહ્યો હતો, તેનાથી ટીમના બોલરો રણનીતિ બનાવવામાં લાચાર થઈ ગયા હતા.
કરુણ નાયકે અમને ચોંકાવી દીધા
હાર્દિક પંડ્યાએ કહ્યું કે, જીતવું હંમેશા ખાસ હોય છે. ખાસ કરીને આવી મેચોમાં. તમારે લડતા રહેવું પડશે અને તેનો ઘણો અર્થ છે. અમારી પાસે તેની સામે કેવા પ્રકારની બોલિંગ કરવી તેનો કોઈ વિકલ્પ નહોતો. જે રીતે તેણે અમારા બોલરોનો સામનો કર્યો, પોતાની તકો ઝડપી અને જે રીતે તેણે તેને અંજામ આપ્યો. આ તેની સખત મહેનત દર્શાવે છે. મને લાગે છે કે તેણે અમને ચોંકાવી દીધા.
પંડ્યાએ આગળ કહ્યું કે, કર્ણ જે રીતે બોલિંગ કરતો હતો, તેણે ઘણી હિંમત બતાવી, ખાસ કરીને આ પ્રકારના નાના મેદાન પર. હું હંમેશા માનું છું કે ફિલ્ડિંગ એવી વસ્તુ છે જે રમતને સંપૂર્ણપણે બદલી શકે છે. અમે સંપૂર્ણપણે તૈયાર હતા અને અમે હાર ન માની તથા તેમને તક મળી અને ગોલ કર્યા. જે ખેલાડીઓ ફોર્મમાં છે તેઓ વધુ બોલનો સામનો કરવાનો અને જવાબદારી લેવાનો પ્રયાસ કરશે. જોકે, પાછળથી ઝાકળે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
12 રનથી મુંબઈ જીત્યું
નોંધનીય છે કે, આ મેચ બંને ટીમોના હાથમાં હતી. 200થી ઉપરનો ટાર્ગેટ હતો અને ફ્રેઝર મેકગર્ક પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયો. ત્યારબાદ કરુણ નાયરે શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ કહેવાય છે ને કે જીત મળે તો ઠીક નહીંતર કોઈ યાદ પણ નથી રાખતું. કદાચ કરુણ નાયરની ઈનિંગની એટલી ચર્ચા પણ ન થાય.
કરુણ નાયરે 40 બોલમાં 89 રનની યાદગાર ઈનિંગ રમી. કરુણના આઉટ થયા પછી વચ્ચેની ઓવરોમાં કર્ણ શર્માએ દિલ્હી કેપિટલ્સને સંપૂર્ણ રીતે જકડી રાખ્યું હતું, કેએલ રાહુલ સહિત ત્રણ વિકેટ લીધી પરંતુ આશુતોષ ઈનિંગ્સને અંત સુધી લઈ જઈ રહ્યો હતો અને ત્રણ રન આઉટ સાથે તેણે રન આઉટની હેટ્રિક બનાવી અને મુંબઈ ઈન્ડિયન્સે 12 રનથી મેચ જીતી લીધી.