IPL 2025 Match Fixing: મેચ ફિક્સિંગનો શંકાસ્પદ આરોપ, લખનઉ સામે હાર બાદ રાજસ્થાન રોયલ્સ વિવાદમાં

Arati Parmar
By Arati Parmar 3 Min Read

IPL 2025 Match Fixing: IPL 2025 ની એક રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામે હારી ગઈ. આ પાછી એક વિવાદ શરુ થયો છે. રાજસ્થાન રોયલ્સની હાર પર મેચ ફિક્સિંગના આરોપો લાગવા લાગ્યા છે. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA) ની એડહોક કમિટીના કન્વીનર જયદીપ બિહાનીએ કહ્યું કે આ મેચમાં ચોક્કસપણે કંઈક ખોટું થયું છે.

રાજસ્થાન રોયલ્સની હાર પર મેચ ફિક્સિંગના આરોપો

- Advertisement -

મેચની વાત કરીએ તો, રાજસ્થાનને 181 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને છેલ્લી ઓવરમાં તેને જીતવા માટે ફક્ત 9 રનની જરૂર હતી, એમાં પણ તેમની પાસે 6 વિકેટ બાકી હતી. પરંતુ લખનઉના બોલર અવેશ ખાને શાનદાર બોલિંગ કરી અને રાજસ્થાન 2 રનથી હારી ગયું. આ હાર બાદ જ રાજસ્થાનની ટીમ પર પ્રશ્નો ઉભા થયા છે.

Share This Article