IPL 2025 RCB vs PBKS: મેચ દરમિયાન કોહલીની હરકતથી શ્રેયસ અય્યર થયો નારાજ, વીડિયો થયો વાયરલ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

IPL 2025 RCB vs PBKS: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ રવિવારે રમાયેલી IPL મેચમાં પંજાબ કિંગ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ધાકડ બેટ્સમેન વિરાટ કોહલીએ 54 બોલમાં 73 રનની અણનમ ઇનિંગ્સ રમી અને પોતાની ટીમને જીત અપાવી. વિરાટ કોહલીની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. મેચ જીત્યા પછી વિરાટ કોહલીએ મેદાન પર જ એવી હરકત કરી કે તેનાથી પંજાબ કિંગ્સનો કૅપ્ટન શ્રેયસ અય્યર નારાજ થઈ ગયો. અય્યર લાઇવ મેચમાં પોતાની આ નારાજગી છુપાવી ન શક્યો.

ચાલુ મેચમાં કોહલીએ કરી એવી હરકત કે નારાજ થયો શ્રેયસ અય્યર

- Advertisement -

વાસ્તવમાં RCB મેચ જીતતા જ વિરાટ કોહલીએ શ્રેયસ અય્યરને ચીડવતા આક્રમક અંદાજમાં જશ્ન મનાવ્યો. એવું લાગી રહ્યું હતું કે, વિરાટ કોહલી જાણી જોઈને શ્રેયસ અય્યરને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 19મી ઓવરના પાંચમા બોલ પર જીતેશ શર્માએ છગ્ગો ફટકારીને RCBને જીત અપાવતાં જ વિરાટ કોહલીએ શ્રેયસ અય્યર તરફ જોઈને ચીડવતું રિએક્શન આપ્યું. ત્યારબાદ વિરાટ કોહલી શ્રેયસ અય્યર પાસે ગયો અને તેને કંઈક કહેવા લાગ્યો. જોકે આ દરમિયાન શ્રેયસ અય્યર ચોક્કસ હસ્યો તો હતો પરંતુ આ સાથે જ તે થોડો નારાજ પણ દેખાઈ રહ્યો હતો.

- Advertisement -

વીડિયોમાં દેખાઈ અય્યરની નારાજગી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે શ્રેયસ અય્યર વિરાટ કોહલી સાથે વાત કરતી વખતે કેવી પ્રતિક્રિયા આપી રહ્યો છે. શ્રેયસ અય્યર કેમેરાથી પોતાનો ગુસ્સો છુપાવી ન શક્યો. તમને જણાવી દઈએ કે આ મેચ દરમિયાન વિરાટ કોહલીના ઉત્સાહી હાવભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. પંજાબ કિંગ્સના બેટ્સમેન નેહલ વઢેરાને રન આઉટ કર્યા પછી વિરાટ કોહલીએ જોરદાર વલણ પણ બતાવ્યું હતું. બાદમાં વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સના બોલર હરપ્રીત બ્રાર સાથે પંજાબીમાં થોડી વાતચીત પણ કરી. આ દરમિયાન વિરાટ કોહલીએ કોચ હરપ્રીત બ્રાર સાથે પોતાની ઓળખાણનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વિરાટ કોહલીએ અણનમ 73 રન બનાવ્યા

કૃણાલ પંડ્યા અને સુયશ શર્માની શાનદાર બોલિંગ બાદ વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલની અડધી સદીથી RCBએ એકતરફી મેચમાં પંજાબ કિંગ્સને 7 વિકેટથી હરાવ્યું. પંજાબ કિંગ્સ દ્વારા આપવામાં આવેલા 158 રનના ટાર્ગેટને ચેઝ કરતા RCBએ વિરાટ કોહલી (અણનમ 73) અને દેવદત્ત પડિક્કલ(61 રન)ની ઇનિંગની મદદથી 7 બોલ બાકી રહેતાં 3 વિકેટે 159 રન બનાવીને સરળ જીત નોંધાવી હતી. આ જીત સાથે જ RCBની ટીમ પંજાબ કિંગ્સ સહિત એ પાંચ ટીમમાં સામેલ થઈ ગઈ છે જેણે અત્યાર સુધીમાં 10 પોઇન્ટ મેળવ્યા છે.

Share This Article