LSG vs CSK Dhoni Creates History: IPLમાં ઈતિહાસ બનાવનાર પહેલો ખેલાડી બન્યો ધોની, લખનૌ સામે રચ્યો ઈતિહાસ

Arati Parmar
By Arati Parmar 1 Min Read

LSG vs CSK Dhoni Creates History: સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)માં લાંબા સમય પછી ચેન્નઈના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ ફરી એકવાર  બધાનું ધ્યાન ખેંચ્યું. જ્યારે ચેન્નઈએ લખનઉ સુપર જાયન્ટ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર 12 રનથી હરાવ્યું, ત્યારે લાંબા સમય પછી ધોનીએ 11 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 26 રન બનાવ્યા, આ દરમિયાન સ્ટેડિયમ ધોની-ધોનીના નારાથી ગુંજી ઉઠ્યું. ધોની ચેન્નઈને 3 બોલ અને 5 વિકેટ બાકી રહેતા જીત અપાવીને જ શિવમ દૂબે સાથે પરત ફર્યો. બીજી તરફ પ્રથમ ઈનિંગમાં ધોનીએ એક એવું કારનામું કરી બતાવ્યું જે ટુર્નામેન્ટના 17 વર્ષના ઈતિહાસમાં પહેલાં કોઈ નથી કરી શક્યું.

ધોનીએ રચ્યો ઈતિહાસ

- Advertisement -

વસ્તવમાં લખનઉની બેટિંગ દરમિયાન જ્યારે ધોનીએ રવિન્દ્ર જાડેજાના બોલ પર આયુષ બદોનીને સ્ટમ્પ આઉટ કર્યો, ત્યારે તે ટૂર્નામેન્ટમાં 200મો શિકાર કરનાર મેગા ઈવેન્ટનો પ્રથમ વિકેટકીપર બની ગયો. તેના પછી બીજા નંબરે IPLમાંથી સંન્યાસ લઈ ચૂકેલ દિનેશ કાર્તિક છે, જેના ખાતામાં 182 શિકાર છે. એનો અર્થ એ કે ધોનીને દૂર-દૂર સુધી કોઈ પડકાર નથી. ચાલો જાણીએ કે IPLના ઇતિહાસમાં સૌથી વધુ શિકાર કરનારા ટોપ-5 વિકેટકીપર કોણ છે.

ખેલાડી

આઉટ

કેચ

સ્ટમ્પ

એમએસ ધોની

200

154

46

દિનેશ કાર્તિક

182

145

37

એબી ડી વિલિયર્સ

126

118

8

રોબિન ઉથપ્પા

124

92

32

રિદ્ધિમાન સાહા

118

92

26

Share This Article