MS Dhoni on IPL 2025: ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આઈપીએલમાંથી પોતાના રિટાયરમેન્ટ અંગે સ્પષ્ટતા કરતાં તેના ચાહકોમાં ખુશીની લહેર છવાઈ છે. ધોનીએ નિવેદન આપ્યું છે કે, હું ઈચ્છું ત્યાં સુધી CSK તરફથી રમી શકીશ. હું વ્હિલચેર પર આવી ગયો હોઈશ તો પણ તેઓ મને મેદાનમાં લઈ આવશે.
આઈપીએલની છેલ્લી બે સીઝનથી અટકળો લગાવાઈ રહી હતી કે, ધોની હવે રિટાયરમેન્ટ લેશે. તેમાં ગત સીઝનમાં ધોની વન લાસ્ટ ટાઈમ મેસેજ લખેલી ટી-શર્ટ પહેરી ચેન્નાઈ પહોંચ્યો હતો, ત્યારે સોશિયલ મીડિયા પર ધોનીના રિટાયરમેન્ટ અંગેની ચર્ચાઓ વધી હતી. પરંતુ ધોનીએ આજે મુંબઈ ઈન્ડિયન્સ સાથેની પ્રથમ મેચ પહેલાં જ આ નિવેદન આપી ચાહકોની મૂંઝવણો પર વિરામ મૂક્યો છે.