MS Dhoni Praised Vignesh Puthur: IPL ડેબ્યુમાં યુવા બોલરે મચાવી ધમાલ, ધોનીએ સૌની સામે આપી શાબાશી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

MS Dhoni Praised Vignesh Puthur: મુંબઈ ઇન્ડિયન્સ માટે મેચ વચ્ચે એક ખેલાડીએ પોતાનું IPL ડેબ્યુ કર્યું. આ ખેલાડી બીજો કોઈ નહીં પણ વિગ્નેશ પુથુર હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રોહિત શર્માને પ્રથમ ઇનિંગ પછી પ્લેઇંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને વિગ્નેશની MI ટીમમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે એન્ટ્રી થઈ. તે પોતાની પહેલી IPL મેચ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. 24 વર્ષીય વિગ્નેશ પુથુરે પોતાનો પ્રભાવ પણ દેખાડ્યો. જોકે, તે ટીમને જીત ન અપાવી શક્યો. તેણે ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને દીપક હુડ્ડાની વિકેટ લઈને મેચમાં રોમાંચનો તડકો લગાવ્યો, પરંતુ રચિન રવિન્દ્ર અને એમએસ ધોનીએ ટીમને જીત અપાવી. આ દરમિયાન વિગ્નેશ પુથુરને એમએસ ધોનીની શાબાશી મળી, જે તે ક્યારેય ભૂલી નહીં શકે.

- Advertisement -

ધોનીએ સૌની સામે વિગ્નેશ પુથુરની પીઠ થપથપાવી

હકીકતમાં જ્યારે ચેન્નાઈ માટે રચિન રવિન્દ્ર અને એમએસ ધોનીએ મેચ પૂરી કરી ત્યારે તેઓ બધા સાથે હાથ મિલાવી રહ્યા હતા. આ દરમિયાન વિગ્નેશ પુથુર મેદાનની વચ્ચે એમએસ ધોનીને મળે છે. ત્યારે એમએસ ધોની સૌની સામે વિગ્નેશ પુથુરને શાબાશી આપતાં તેની પીઠ થપથપાવે છે. આ ક્ષણ વિશે વાત કરતાં પૂર્વ ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ ઓન એર કહ્યું કે, ‘યુવા વિગ્નેશ પુથુરની એમએસ ધોનીએ પીઠ થપથપાવી. મને નથી લાગતું કે વિગ્નેશ આ વાત લાંબા સમય સુધી ભૂલી શકશે.’ અહીં એમએસ ધોની અને વિગ્નેશ વચ્ચે થોડી વાતચીત થઈ.

વિગ્નેશ પુથુરે મુંબઈને મેચમાં વાપસી કરાવી

CSKના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ IPLમાં વિગ્નેશનો પહેલો શિકાર બન્યો. આ રીતે તેણે 67 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ તોડી, જેના કારણે મુંબઈને મેચમાં વાપસી કરવામાં મદદ મળી. તેની આગામી બે ઓવરમાં તેણે શિવમ દુબે અને દીપક હુડાને આઉટ કરીને મુંબઈની મેચમાં વાપસી કરાવી. જોકે મુંબઈ તેનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ ગયું કારણ કે તેમને બોલિંગમાં જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાની ખોટ વર્તાઈ. બુમરાહ ઈજાને કારણે અને પંડ્યા પ્રતિબંધને કારણે આ મેચમાં નહોતા રમ્યા. બીજી તરફ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પણ વિગ્નેશની પ્રશંસા કરી.

Share This Article