ODI Captain Race:  ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનવાની રેસમાં ગુજરાતી ખેલાડી જોડાયો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

ODI Captain Race: ભારતીય ટીમ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે, પરંતુ હાલમાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે શું કેપ્ટન રોહિત શર્મા ટુર્નામેન્ટ પછી સંન્યાસ લેશે? જે રીતે તેણે ગત વર્ષે બાર્બાડોસમાં T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો, શું તેવી જ રીતે તે વનડે ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લેશે? કારણ કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન બાદ જૂન-જુલાઈમાં ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં રમવું તેના માટે મુશ્કેલ લાગી રહ્યું છે.

જોકે, આના પર નિર્ણય ચેમ્પિયન્સ ટ્રોફી બાદ જ થશે. ચેમ્પિયન્સ ટ્રોફીનું પ્રદર્શન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ભવિષ્ય નક્કી કરશે. BCCIના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી હારી જાય તો એવું બની શકે કે રોહિત સંન્યાસ લઈ લેશે. પરંતુ જો ટીમ ટ્રોફી જીતી જશે તો રોહિતનો નિર્ણય શું હશે એ ખબર નહીં.

- Advertisement -

રોહિત શર્મા વનડેમાં કેપ્ટનશીપ છોડી શકે

જોકે, બંને પરિસ્થિતિઓમાં સંન્યાસ લેવો કે ન લેવો તે ભારતીય કેપ્ટનનો નિર્ણય રહેશે. જોકે, છેલ્લી બેઠકમાં થયેલી ચર્ચા પ્રમાણે ટ્રોફી જીતવાના કિસ્સામાં એક એવી સ્થિતિ બની રહી છે કે રોહિત 2027 વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વનડેમાં કેપ્ટનશીપ છોડી શકે છે અને માત્ર એક ક્રિકેટર તરીકે રમી શકે છે. તેનાથી, ભારતીય ટીમ નવા નેતૃત્વ સાથે આગળ વધી શકે છે અને રોહિત જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી રમી શકે છે.

- Advertisement -

જ્યારે સૂત્રને પૂછવામાં આવ્યું કે શું રોહિત શર્માને ટીમમાં સ્થાન મળશે? ત્યારે તેમણે કહ્યું કે, ‘ક્રિકેટના ગ્લેમરને છોડવું સરળ નથી. બાકી ટીમમાંથી કોઈને પસંદ કરવું કે ન કરવું તે સિલેક્ટર્સનું કામ છે.’

ગિલની સાથે પંડ્યા પણ રેસમાં

- Advertisement -

જ્યારે સૂત્રને નવા કેપ્ટન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘જુઓ ગિલ હાલમાં વાઈસ-કેપ્ટન છે, પરંતુ તેના સિવાય હાર્દિક પંડ્યા પણ કેપ્ટનશીપની રેસમાં છે. આવી સ્થિતિમાં જો તમે ભવિષ્યમાં હાર્દિકને કેપ્ટન તરીકે જુઓ અને ગિલ વાઈસ-કેપ્ટન રહે તો તમને આશ્ચર્ય ન થવું જોઈએ. જો ગિલ અને હાર્દિક પર કોઈ સર્વસંમતિ નહીં બને, તો બધાના મનપસંદ કેએલ રાહુલ પણ કેપ્ટનશીપની રેસમાં આવી જશે.’

જ્યારે સૂત્રને વિરાટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘હાલમાં માત્ર વનડે વિશે જ વાત કરી શકાય છે અને જે રીતે તે રન બનાવી રહ્યો છે, તેને જોતાં ક્રિકેટર તરીકે ટીમમાં તેના સ્થાન વિશે કોઈને શંકા નથી. બાકી તેણે ક્યારે અને કયા ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવી તે તેનો નિર્ણય હશે. રોહિત અને વિરાટનો મામલો અલગ છે કારણ કે રોહિત કેપ્ટન છે અને ટીમ ચોક્કસપણે 2027ના વનડે વર્લ્ડ કપમાં નવા કેપ્ટન સાથે જવા માંગશે.’

ખૂબ ચર્ચા થઈ

શુક્રવારે સાંજે ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન એક તરફ મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકર વાત કરી રહ્યા હતા, જ્યારે તેમનાથી થોડા મીટર દૂર કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી લગભગ 15 મિનિટ સુધી કંઈક ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચા ચોક્કસપણે રવિવારની મેચ વિશે નહોતી. ત્યારબાદ વિરાટ પ્રેક્ટિસ પછી મેદાનની બહાર ચાલ્યો ગયો અને રોહિતે જઈને ગંભીર અને અગરકર સાથે વાત શરૂ કરી.

Share This Article