Ravindra Jadeja IPL Record: CSKની હાર છતાં, IPL ઇતિહાસમાં જાડેજાએ રચ્યો અનોખો રેકોર્ડ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Ravindra Jadeja IPL Record: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને ભલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ ચેપોકમાં સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ઈતિહાસ રચી દીધો છે. તે IPLના ઈતિહાસમાં 3,000 રન અને 100 વિકેટ લેવાનો અનોખો રેકોર્ડ બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

આ સિદ્ધિ જાડેજાએ RCB સામે પોતાની 25 રનોની ઈનિંગ દરમિયાન હાંસલ કરી. તે બોલિંગમાં ટીમ માટે કંઈ ખાસ ન કરી શક્યો. તેણે 3 ઓવરમાં 37 રન ખર્ચીને એક પણ વિકેટ ન લીધી.

- Advertisement -

રવીન્દ્ર જાડેજા IPLમાં આવું કારનામું કરનાર પ્રથમ પ્લેયર બન્યો

રવિન્દ્ર જાડેજાએ IPLમાં પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી એક મોટો માઈલસ્ટોન હાંસલ કરી લીધો છે. RCB સામે જાડેજાએ 19 બોલમાં 25 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે. આ ઈનિંગે તેને IPLમાં 3,000 રનનો આંકડો પાર કરવામાં મદદ કરી, જ્યારે બીજી તરફ તે પહેલાથી જ 100 વિકેટ લેનારા ક્લબનો હિસ્સો હતો.

- Advertisement -

આવી રીતે જાડેજાએ IPLમાં ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી. તે IPL ઈતિહાસનો એકમાત્ર ખેલાડી બન્યો છે જેણે 3,000 રન અને 100 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો. જોકે, બોલિંગમાં તે મોંઘો સાબિત થયો.

RCBએ 17 વર્ષ બાદ CSKને તેના જ ગઢમાં હરાવ્યું

RCBએ 17 વર્ષ બાદ ચેપોકમાં પોતાની પહેલી જીત નોંધાવી અને ચેન્નાઈ સુપર કિંગ્સને 50 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 196/7નો સ્કોર બનાવ્યો હતો, જેમાં રજત પાટીદારે 32 બોલમાં 51 રનની શાનદાર ઈનિંગ રમી.

CSKને ટાર્ગેટ ચેઝ કરવામાં મુશ્કેલી પડી અને તેઓ 20 ઓવરમાં 8 વિકેટે 146 રન જ બનાવી શક્યા. CSK તરફથી રચિન રવીન્દ્રએ સૌથી વધુ 41 રન બનાવ્યા, પરંતુ બાકીના બેટ્સમેનો દબાણમાં નિષ્ફળ રહ્યા. જોશ હેઝલવુડે ત્રણ વિકેટ લઈને આખી મેચ જ પલટી નાખી, જ્યારે યશ દયાલે બે વિકેટ લઈને CSK માટે મુશ્કેલીઓ ઉભી કરી દીધી કારણ કે RCBએ ચેપોકમાં ઐતિહાસિક જીત હાંસલ કરી.

Share This Article