Rohit Sharma: રોહિત શર્માનો વાનખેડેમાં વિસ્ફોટક શોટ, ધવન-કોહલી-ધોનીને પાછળ છોડી નવો રેકોર્ડ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Rohit Sharma: રોહિત શર્માએ IPL 2025માં લાંબા સમય બાદ શાનદાર વાપસી કરીને ચેન્નઈ સુપર કિંગ્સ સામે સિઝનની પહેલી અડધી સદી ફટકારી છે. વાનખેડે સ્ટેડિયમમાં સિઝનની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટથી જીતાડવામાં રોહિત શર્માની 76 રનની અણનમ ઈનિંગ્સે મોટી ભૂમિકા ભજવી. રોહિતે 45 બોલમાં 76 રનની ઈનિંગ રમી, જેમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ છે. તેના આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. આ સાથે જ રોહિત શર્માએ એક મહાન રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

વિરાટ કોહલી અને એમએસ ધોનીને પછાડ્યા

- Advertisement -

રોહિત શર્માને બે વર્ષમાં પહેલી વાર IPLમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેણે IPLમાં 20મી વખત આ એવોર્ડ જીત્યો અને વિશ્વની આ સૌથી ધનિક ક્રિકેટ લીગમાં સૌથી વધુ વખત આ એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડી બની ગયો. હવે આ મામલે રોહિતે વિરાટ કોહલી અને એમએસ ધોનીને પાછળ છોડી દીધા છે. રોહિત આ મોટી સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય અને એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલ પછી વિશ્વનો ત્રીજો ખેલાડી છે.

TAGGED:
Share This Article